1. Home
  2. Tag "NEW DELHI"

સ્પાઈડરમેનનો વેશ ધારણ કરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડે બાઈક પર કર્યાં સ્ટંટ, પોલીસે શું કાર્યવાહી કરી જાણો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરે છે. તેમને જોઈને લોકો ચોંકી જાય છે અને વિચારવા મજબૂર થઈ જાય છે કે કોઈ આવું કઈ રીતે કરી શકે. ક્યારેક આ કાર્યો તેમના માટે સમસ્યા પણ બની જાય છે. આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. અહીં બોયફ્રેન્ડ સ્પાઈડરમેન અને […]

પીએમ મોદી અને રાહુલ ગાંધી સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ, ચૂંટણીપંચે બન્ને પક્ષ પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોડલ કોડ ઓફ કન્ડક્ટ’ […]

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ, સદનસીબે જાનહાની ટળી

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. જેના કારણે ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, આ આગમાં કોઈ જાનહાનિના […]

લોકસભા ચૂંટણી નહીં લડે પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌત્તમ ગંભીર

અમદાવાદઃ નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજનીતિથી હાલ દૂર જવાના સંકેત આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાને મને રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવા અનુરોધ કર્યો છે જેથી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકું. મને લોકોની સેવા કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી […]

આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય […]

દિલ્હીમાં શનિવારથી ભાજપાનું બે દિવસીય અધિવેશન યોજાશે

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન શનિવારથી નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષના અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 11 હજાર 500 પ્રતિનિધિઓ ભાગ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, કોન્ફરન્સના પહેલા દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. […]

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસનો 9મો પદવીદાન સમારંભ યોજાયો

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ)નાં નવમા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આઈએલબીએસએ વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને અખંડિતતાના બળ પર માત્ર 13 વર્ષના ગાળામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમને એ જાણીને આનંદ થયો કે આઈએલબીએસ ખાતે 1000 થી વધુ યકૃત પ્રત્યારોપણ અને […]

અમિત શાહે નવી દિલ્હીમાં NCCF ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું

દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે NCCFએ વર્ષ 2027-28 સુધીમાં રૂ. 50 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કરીને આત્મનિર્ભર બનવું જોઈએ. તેમણે કહ્યું હતું કે NCCF એ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) અને દેશભરની […]

નવી દિલ્હીમાં શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 કર્ટેન રેઇઝર યોજાશે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ બે દાયકાઓમાં, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ સમિટ દેશના અન્ય રાજ્યો તેમજ વિશ્વ માટે પથ પ્રદર્શક બની છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આઈડિયા, ઈમેજીનેશન અને ઈમ્પ્લીમેન્ટેશન (વિચાર, કલ્પના અને અમલીકરણ)ના મૂળ તત્વો આધારિત એક સંસ્થા તરીકે ઉભરી છે. VGGS ની 10મી […]

ગુજરાતઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી નવી દિલ્હી પરત જવા રવાના થયા 

અમદાવાદઃ રાષ્ટ્રપતિને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code