1. Home
  2. Tag "News Article"

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

હાઈવે પર બાલીયાસણ પાટિયા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો, બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ, લાઘણજ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી અમદાવાદઃ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા બાલીયાસણ ગામના પાટિયા પાસે હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક પર જતાં યુવકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની […]

કામરેજમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયો

ખેડૂત સંમેલનમાં 5000 ખેડૂતો ઉમટી પડ્યા, ખેતરોમાંથી પસાર થતી વીજટાવર લાઇનનો વિરોધ કરાયો, APMC એક્ટના સુધારા રદ કરવા માગણી સુરત:  જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં અંદાજે 5000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ચાલુ વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ મક્કમતા બતાવી હતી, ખેડૂતોના 35 જેટલા મુખ્ય […]

ગુજરાતમાં આજે 64 તાલુકામાં પડ્યો વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ અપાયુ, સોમવારે બપોર સુધીમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી અમદાવાદઃ ગુજરાતમાં આજે સોમવારે બપોરના 2 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢના માંગરોળમાં 4 ઈંચથી વધુ, તેમજ કેશોદ, ઊના,તલાળા,માળિયા હાટિના, પાટણ- વેરાવળ સહિત 64 તાલુકામાં વરસાદ પડ્યો […]

સુરતના હજીરામાં સ્ટીલ પ્લાન્ટમાં ક્રેન તૂટતા કામદારનું મોત, ત્રણ ઘવાયા

સ્ટીલ પ્લાન્ટના કોકો ગેટ પાસે ક્રેન તૂટી પડતા ચાર કામદારો દબાયા, ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાયા, ક્રેન કયા કારણોસર તૂટી પડી તે અંગેની તપાસ શરૂ કરાઈ સુરતઃ શહેર નજીક આવેલા હજીરા ખાતે આવેલા સ્ટીલ (AMNS) પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા […]

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં છલકાયા, સૂત્રાપાડામાં 8 ઈંચ

હીરણ-2 ડેમના 5 દરવાજા 10 મીટર ખોલયા, સરસ્વતી નદીના કિનારે આવેલું ભગવાન માધવરાયનું મંદિર જળમગ્ન બન્યું, ગીરના જંગલોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લા અને ઉપરવાસ ગીરના જંગલ વિસ્તારમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે ગીર જંગલમાં આવેલો હિરણ-2 ડેમ છલોછલ ભરાતા […]

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ બિહાર માટે 7 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી

પટણા : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ સહિત કુલ સાત નવી ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી નવી દિલ્હીની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા, જ્યારે […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને માળખાકિય સુવિધા માટે આર્થિક સહાય અપાશે

આર્થિક સહાય માટે ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી, ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરાયો છે કે નહી તેની પણ તપાસ કરાશે, સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓમાં માળખાકિય સુવિધા ઊભી કરાશે ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને સ્કુલ ફોર એક્સલન્સ અંતર્ગત શાળાઓમાં માળખાકિય સુવિધાઓ માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો […]

ગાંધીનગરમાં પાણીના મીટર રીડિંગ મટિરિયલ્સની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા

પાણીના મીટર પ્લાસ્ટીકના હોવાથી વારંવાર બંધ પડવા કે બગડવાની શક્યતા, પાણીની પાઇપ લાઇનમાં વાલ્વ પણ પ્લાસ્ટીકનો નાંખવામાં આવ્યો છે, કર્મચારીઓ પાણીના મીટરનું ઓફિસમાં બેઠા બેઠા રિડિંગ કરી શકશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને મીટરથી 24 કલાક પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે. લોકોને ચોવીસ કલાક પાણી આપવા માટે પાઇપ […]

ભાવનગરના શેત્રૂંજી ડેમના 59 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ કરાયા

અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની, ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા, શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા […]

વડોદરામાં નિવૃત કર્મચારીને લાઈફ પોલીસીમાં વધુ લાભની લાલચ આપીને 43 લાખ પડાવ્યા

43 લાખની ઠગાઈની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ, વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની નિવૃત કર્મચારીનો સંપર્ક હતો, સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી વડોદરાઃ શહેરમાં ભણેલા-ગણેલા લોકો લાલચમાં આવીને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં એક નિવૃત કર્મચારીને લાઈફ પોલીસીમાં વધુ લાભની લાલચ આપીને ઠગ ટોળકીએ રૂપિયા 43 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code