1. Home
  2. Tag "News Article"

ઉકાઈ ડેમમાંથી 1,33 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીમાં પૂરની સ્થિતિ

ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 07 ફૂટ દૂર, તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, સુરત શહેરના વિયર-કમ-કોઝવેની સપાટી પણ ભયજનક બની, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનકની નજીક પહોંચી છે. હાલ ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું […]

સુરતના જવેલર્સમાંથી મહિલા કર્મચારી અને તેના પતિએ 2.05 કરોડની ચોરી કર્યાની ફરિયાદ

મહિલા કર્મચારી છેલ્લા દોઢ વર્ષથી જ્વેલર્સમાંથી દાગીના ચોરતી હતી, ઉમરા પોલીસે મહિલા કર્મચારી અને તેના પતિને પકડવાની તજવીજ હાથ ધરી, મહિલા કર્મચારીએ વિશ્વાસ સંપાદન કરી કટકે કટકે 1700 ગ્રામ દાગીનાની ચોરી કરી, સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીએ તેના પતિ સાથે મળીને લાંબા સમયગાળા દરમિયાન 2,05,10,500ની […]

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભંગ પડ્યો

ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા, તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી, આજે વરસાદ પડશે તો ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગડી શકે છે અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. જેમાં શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર વરસાદના પાણી ભરાય જતા વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને […]

પાળિયાદના સાકરડી ગામ પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત

રોડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ અથડાઈ, રાણપુરની રત્નકલાકાર મહિલાઓ ધાર્મિક પ્રવાસેથી પરત ફરી રહી હતી, અકસ્માતમાં 20ને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા બોટાદઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામ નજીક હાઈવે પર આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક […]

એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ પર વરસ્યો પૈસાનો વરસાદ, BCCIએ 21 કરોડના ઇનામની કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ટી20 ફોર્મેટના ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનએ ભારતને 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને તિલક વર્મા, શિવમ દુબે અને સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાએ સહેલાઈથી હાંસલ કરી લીધો. આ સાથે ભારતે 9મી વાર એશિયા […]

એશિયા કપમાં ભારતની જીતથી ઉશ્કેરાટમાં પાકિસ્તાન, મોદીએ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી પડોશી દેશ પાકિસ્તાનમાં તિલમિલાટ જોવા મળી રહ્યો છે. ભારતીય નેતાઓ પણ પાકિસ્તાન પર ટિપ્પણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિરણ રિજિજુ પછી હવે ખેલમંત્રી મનસુખ મંડાવિયાએ પણ પાકિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પોસ્ટ કર્યું છે. મંડાવિયાએ એક્સ પર લખ્યું કે, “સરહદ પર પણ હરાવ્યા, […]

ટીમ ઇન્ડિયાનો મોટો નિર્ણય: પાકિસ્તાની મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી ચોંકાવનારું પગલું ભર્યું હતું. મેચ બાદ ખેલાડીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાની રાજકારણી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે. મેચ પૂરી થયા બાદ લગભગ બે કલાક સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો […]

અમૃતસરમાં મોટી કાર્યવાહી: બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા 4 યુવકની ધરપકડ

અમૃતસરઃ અમૃતસર પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં પટવારખાનાની પાસે એન્ટી-નેશનલ નારા લખનારા ચાર યુવકની ધરપકડ કરી છે. પોલીસ કમિશ્નરે માહિતી આપતાં જણાવ્યું કે, આ તમામ યુવક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના એક્ટિવ ઓપરેટિવ છે અને તરનતારનમાં થયેલી ફાયરિંગ તથા અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતા. પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગુરવિંદર ઉર્ફ હરમન, વિશાલ, […]

પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગેની માહિતી તેમણે વ્યક્તિગત રીતે એક્સ (પૂર્વ ટ્વિટર) પર આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેમની સાથે વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સી.પી. રાધાકૃષ્ણને 12 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી […]

લખીમપુર ખીરીમાં ગમખ્વાર અકસ્માત: બસ અને વાન અથડાતા 5ના મોત, 10 ઘાયલ

લખનૌઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખીરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઓયલ કસ્બા નજીક સ્ટેટ હાઈવે પર પુરપાટ ઝડપે આવી રહેલી રોડવેઝ બસ અને ઓમની વાન વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર 15 મુસાફરોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 10 મુસાફર ગંભીર રીતે ઘાયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code