1. Home
  2. Tag "News Live"

દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂટાનના દ્વિદિવસીય પ્રવાસ પર ગયેલા મોદીએ જણાવ્યું કે, “આ હુમલો એક પૂર્વયોજિત કાવતરુ છે અને જે લોકો તેના માટે જવાબદાર છે, તેમને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.” મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ રાતભર તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા […]

આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છેઃ કેન્દ્રીય મંત્રી માંઝી

ગયા : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે. દરમિયાન કેન્દ્રિય મંત્રી જીતન રામ માંઝીએ આ હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આ હુમલો એક મોટા કાવતરાનો ભાગ છે અને આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છે.” ગયા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન માંઝીએ […]

દિલ્હી બ્લાસ્ટઃ એમોનિયમ નાઈટ્રેડ, ઈંધણ ઓઈલ અને ડિટોનેટરનો ઉપયોગ થયાનું ખુલ્યું

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ વિસ્ફોટ IED બોમ્બનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, ઇંધણ તેલ અને ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે […]

અસદ અલી અંડર 13ની મેચમાં એમ.પાવર સામે GCI(B)નો 4 વિકેટએ વિજ્ય

અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ સ્ટાર સ્ટ્રોફી સિઝન-2ની એમ પાવર ક્રિકેટ એકેડમી અને જીસીઆઈ (બી) વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈ(બી)ની ટીમે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ મેચ અસદ અલી ક્રિકેટ ગ્રાઈન્ડમાં રમાઈ હતી. જીસીઆઈ(બી) સામે ટોસ જીતીને એમ યાવર ક્રિકેટ એકેડમીની ટીમે પ્રથમ બેટીંગ લીધી હતી. પ્રથમ બેટીંગમાં ઉતરેલી એમ.પાવરની ટીમે 30 ઓવરમાં 6 વિકેટ […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો : વિસ્ફોટ પહેલા કાર 3 કલાક મસ્જિદ પાસે ઉભી હતી

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. ઘટનાસ્થળ નજીકના CCTV ફૂટેજ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો હતો, તે કાર ઘટનાના પહેલા એક મસ્જિદ પાસેની પાર્કિંગમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉભી હતી. પોલીસ મુજબ, કારએ 10 નવેમ્બરના બપોરે […]

IPL 2026 માટે ખેલાડીઓની હરાજી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં અબુ ધાબીમાં યોજાવવાની શકયતા

નવી દિલ્હીઃ 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL માટે ખેલાડીઓની હરાજી 15થી 16 ડિસેમ્બર વચ્ચે અબુ ધાબીમાં યોજાઈ શકે છે. છેલ્લી બે IPL હરાજી વિદેશમાં જેદ્દાહ, સાઉદી અરેબિયા અને દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ હતી, પરંતુ આ વખતે, UAEની રાજધાની અબુ ધાબી 10 ફ્રેન્ચાઇઝીઓનું આયોજન થઈ શકે છે. અગાઉ, ભારતમાં હરાજી યોજવા અંગે ચર્ચા થઈ હતી. […]

પંજાબ: સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ, 2ની ધરપકડ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે સરહદ પારથી હથિયારોની દાણચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ફિરોઝપુર પોલીસે ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોરી અને વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્કીની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓ પાસેથી છ ગ્લોક 9mm પિસ્તોલ, 4 મેગ્ઝિન અને 4 જીવતા કારતૂસ મળી […]

મુંબઈમાં હથિયારો સાથે યુવકની ધરપકડ

પૂણેઃ મુંબઈની પંત નગર પોલીસે ઘાટકોપર વિસ્તારમાં મધ્યપ્રદેશના 24 વર્ષનાં યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીનું નામ અજય કૈલાશ કાયતા છે. પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે તેને 12 નવેમ્બર સુધી પોલીસ […]

INS સાવિત્રી મોઝામ્બિક પહોંચ્યું, દ્વિપક્ષીય દરિયાઈ સંબંધોને વેગ મળશે

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળનું ઓફશોર પેટ્રોલ વેસલ INS સાવિત્રી હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની વર્તમાન જમાવટના ભાગ રૂપે મોઝામ્બિકના પોર્ટ બેરા ખાતે પહોંચ્યું. મોઝામ્બિકન નૌકાદળના કર્મચારીઓ દ્વારા જહાજનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત બંને દેશો વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધો અને મજબૂત દરિયાઈ સહયોગનું પ્રતીક છે. સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને આ […]

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું

મુંબઈઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યું. સવારે 9:32 કલાકે, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 83,332 પર ખુલ્યું હતું. નિફ્ટી 55 પોઈન્ટ ઘટીને 25,518 પર બંધ રહ્યો હતો. શરૂઆતના સત્રમાં નાણાકીય અને બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ 0.85 ટકા, નિફ્ટી પીએસયુ બેંક 0.71 ટકા, નિફ્ટી એનર્જી 0.31 ટકા, નિફ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code