1. Home
  2. Tag "NORTH GUJARAT"

પંદર દિવસના વિરામ બાદ ખેડબ્રહ્મા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ખેડબ્રહ્મા : અત્યારે હાલ ચોમાસાએ દક્ષિણ ગુજરાત તથા કાઠિયાવાડમાં ભારે જમાવટ કરી છે તે વિસ્તાર જળબંબાકાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારબાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. છેલ્લા પંદર દિવસથી ઉત્તર ગુજરાત વાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. જ્યારે આજે સોમવારે બપોરે ૧૨ કલાકના સમયે વાદળોની ગજઁના અને વીજળીના કડાકા અને […]

ઉત્તર ગુજરાતમાં 9 પેઢી પર GSTના દરોડા, 392 કરોડના બોગસ બિલિંગ પકડાયુ, 3ની ધરપકડ

અમદાવાદ:  સ્ટેટ જીએસટી ડિપોર્ટમેન્ટના અન્વેષણ વિભાગે ઉત્તર ગુજરાતની રોલિંગ મિલોમાં તપાસ હાથ ધરી નવ પેઢીમાંથી 392.83 કરોડના બોગસ બિલોથી 70.71 કરોડની ખોટી આઇટીસીની કરચોરી કરી હોવાનું પ્રકાશમાં આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરમાં કરચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વો સામે જીએસટી વિભાગ દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. સ્ટેટ જીએસટી […]

ઉત્તર ગુજરાતમાં જુનના છેલ્લા સપ્તાહમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આગમન બાદ ચોમાસાનું જોર ધીમું પડી ગયું છે. હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ નથી ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે. જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે. 25મી જુનથી 30 જુન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વાજતે-ગાજતે મેઘરાજાની […]

રાધનપુરમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

અમદાવાદઃ રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમાં ટેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા. ત્રણ કલાકની જેહમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. […]

અંબાજી ખાતે “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો શુભારંભ

અમદાવાદઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 મી ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી 51 […]

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

ઉત્તર ગુજરાતમાં બટાટાના વાવેતરનો પ્રારંભ, ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે. 14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ બટાટાના વાવેતરની શુભ શરૂઆત કરી દીધી છે. સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ […]

ઉત્તર ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટણાથી ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણ સાથે પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટણા પડતા ખેડુતો ચિંતિત બન્યા છે. હાલ ખરીફ પાકની સિઝન ચાલી રહી છે. અને ખેડુતોએ પકવેલો પાક હાલ ખળામાં છે. ત્યારે વરસાદી વાતાવરણને લીધે ખેડુતોમાં ચિંતા પેઠી છે. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code