1. Home
  2. Tag "north india"

ઉત્તર ભારતઃ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ

નવી દિલ્હીઃ પહાડો પર પડી રહેલા વરસાદ અને બરફની અસર આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલય […]

ઉત્તરભારતમાં હિમ વર્ષાને પગલે બરફની ચાદર છવાઈ, જનજીવન ખોરવાયું

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં હિમ વર્ષા પડી રહ્યો છે જેના કારણે અનેક શહેરો અને નગરોમાં જનજવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદને પગલે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 475 રસ્તાઓ બંધ થયાં છે. જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

ઉત્તર ભારતમાં ફરીથી ગાઢ ધુમ્મસ, હવાઈ અને રેલ સેવા ખોરવાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારત ફરી એક વાર ગાઢ ધુમ્મસ અને ઠંડીની લપેટમાં આવી ગયું છે. ભલે સૂર્યપ્રકાશના કારણે થોડી રાહત મળી છે પરંતુ સ્થિતિ એવી જ યથાવત જ છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતુ. સવાર પછી થોડો તડકો હતો. જો કે, તેનાથી ખાસ રાહત […]

ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી

નવી દિલ્હી:  પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ સોમવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.45 વાગ્યાના સુમારે અચાનક આંચકા આવતા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આ વર્ષનો આ બીજો ભૂકંપ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 […]

ઉત્તરભારતમાં ગાઢ ધમ્મુસ, વાહન વ્યવહાર ખોરવાયો

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેરનો માહોલ જારી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. IMD એ મંગળવાર સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર મધ્ય પ્રદેશ, જમ્મુ વિભાગ રાજસ્થાન, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની […]

ઉત્તરભારતમાં ગાઢ ધુમ્મસને પગલે ટ્રેન-ફ્લાઈટ સેવા ખોરવાઈ, કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રખાઈ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી પડી રહી છે. જેના કારણે દેશના વિવિધ સ્થળોએથી દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. તેમજ ધુમ્મસની અસર હવાઈ સેવા ઉપર પણ પડી છે. જ્યારે ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. ગાઢ ધુમ્મસમો રેલવે અને હવાઈ સેવાને માઠી અસર પડી […]

ઉત્તરભારતમાં કડકડતી ઠંડી, અનેક રાજ્યોમાં આવ્યું ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો માટે ઓરેન્જ કોલ્ડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં હાડ થિજાવતી ઠંડી પડવાની સંભાવના છે. આ સિવાય વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આસામ […]

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી, ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code