1. Home
  2. Tag "pakistan"

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાયઃ ફારુક અબ્દુલ્લા

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય. જે લોકો તેને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા તેઓ નિષ્ફળ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની તાકાત વિવિધતામાં એકતા છે. “આપણે ભાઈચારો મજબૂત કરવો પડશે અને એકબીજા પ્રત્યે નફરતને દૂર કરવી પડશે, જેથી દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ […]

ભારતની હાલત પાકિસ્તાન જેટલી જ ખરાબ, ઘરઆંગણે શરમજનક હાર

ભારતીય ટીમ 2013 થી 2024 વચ્ચે ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડે સતત બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં હરાવ્યું અને તેની જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સિલસિલો પણ તૂટી ગયો. વિરાટ પણ ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો.વિરાટ કોહલીના ખાતામાં પણ માત્ર એક જ સારી ઇનિંગ હતી. છેલ્લી […]

ભારતે પાકિસ્તાનની ટીકા કરી: યુએનમાં કાશ્મીરના ઉલ્લેખ પર ભારતે વળ્યો જવાબ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વાર્ષિક ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે પાકિસ્તાનના આ પ્રયાસને વખોડી કાઢીને કડક જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત પાર્વથાનેની હરીશે તેમના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, તે દેશનો આ પ્રયાસ નિંદનીય […]

બાબા સિદ્દીકીની હત્યા માટે પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારત મોકલવામાં આવી હતી બંદુકો?

મુંબઈઃ મહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ નહીં પરંતુ ચાર બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં બીજી બંદૂક મળી આવી છે. આ બંદૂકો પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં મોકલવામાં આવી હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની બાંદ્રા […]

પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત લાગી ચુક્યું છે લશ્કરી શાસન

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હાલ શહબાઝ શરીફની સરકાર છે આ પહેલા ઈમરાન ખાનની સરકાર છે પરંતુ આ સરકાર માત્ર નામની હોવાનું મનાય છે હકીકતમાં આખો દેશ આર્મી ચલાવે છે. પાકિસ્તાનનું મોટાભાગનું અસ્તિત્વ લશ્કરી શાસનની છાયામાં જીવ્યું છે. દેશની સ્થાપના થઈ ત્યારથી અહીંના રાજકારણમાં સેનાએ વિશેષ ભૂમિકા ભજવી છે. ઘણી વખત સેનાએ સીધી સત્તા કબજે કરી […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સુરક્ષા ચોકી ઉપર કર્યો હુમલો, 11 સૈનિકના મોત

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ગુનાખોરી વધવાની સાથે આતંકવાદી પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદને સમર્થન કરનાર પાકિસ્તાન સામે આતંકવાદીઓએ હવે હથિયાર ઉઠાવ્યાં હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનના ડરબનમાં આતંકવાદીઓએ હુમલો કર્યાનું જાણવા મળે છે.  રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર […]

પાકિસ્તાનઃ પંજાબ પ્રાંતમાં પોલીસે 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાવાલીના મલ્લા ખેલના પહાડી વિસ્તારમાં ભીષણ અથડામણમાં પોલીસે 10 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો છે. પંજાબ પોલીસના પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. 10 થી 15 આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મિયાંવાલીના વરિષ્ઠ પોલીસ અધિકારી અખ્તર ફારૂકના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જવાબી કાર્યવાહીમાં 10 આતંકીઓને ઠાર કર્યા […]

પાકિસ્તાનના કારણે ભારતમાં પ્રદુષણનું સ્તર વધ્યું, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) એ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પરાળ સળગાવવાની અસર ભારત પર પણ પડી રહી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પવનના કારણે પાકિસ્તાનમાં સળગાવવામાં આવતા પરાળનો ધુમાડો ભારતમાં આવે છે. આ પછી તે પંજાબ અને […]

ડિજિટલ એરેસ્ટ કરીને નાણા પડાવતી ગેંગ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈના નંબરનો કરે છે ઉપયોગ

નવી દિલ્હીઃ SGPGIના એસોસિએટ પ્રોફેસર ડૉ. રૂચિકા ટંડનની ડિજિટલી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે રૂ. 2.81 કરોડની છેતરપિંડી કરનારાઓએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈના નંબરો પરથી USTD અને Bitcoinનો વેપાર કર્યો હતો. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 16 આરોપીઓમાં ચાર એન્જિનિયર, બે કાયદા સ્નાતક, બે ઈ-કોમર્સ ગ્રેજ્યુએટ, એક બેંક મેનેજર, એક બેંક સુરક્ષા સુપરવાઈઝર અને […]

આતંકવાદ અને કટ્ટરવાદ મામલે ડો. એસ.જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એક.જયશંકર પાકિસ્તાન પહોંચ્યાં હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “SCO CHG બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર તેમજ આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સંમેલનમાં ભારતનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code