1. Home
  2. Tag "pakistan"

‘કોંગ્રેસ તમારી કમાણી અને અનામત પર નજર રાખી રહી છે’ મધ્યપ્રદેશમાં રેલીને સંબોધતા વડાપ્રધાને કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ PM નરેન્દ્ર મોદી આજે મતદાન કર્યા બાદ ગુજરાતથી સીધા મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. તેમણે અહીં ખરગોન જિલ્લામાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી શકે છે. […]

જમ્મુ-કાશ્મીરના સિનિયર નેતા ફારુક અબ્દુલાનો પાકિસ્તાન પ્રેમ ઉભરાયો, શું કહ્યું જાણો…

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાના ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે અને પાકિસ્તાનના નેતાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરીને તેમની જીત માટે દુઆ પણ માંગી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીની સરખામણી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કરી હતી. હવે ઈન્ડી ગઠબંધનના સભ્ય એવી જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફ્રેંસના સિનિયર નેતા ફારુક અબ્દુલાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો […]

T20 વિશ્વકપને લઈને વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની પાકિસ્તાનથી મળી ધમકી

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની ધરતી ઉપર ટી20 વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ક્રિકેટ વેસ્ટઈન્ડિઝને જૂન મહિનામાં ટી20 વિશ્વકપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી મળી છે. ઉત્તર પાકિસ્તાનમાં હાજર આઈએસની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાંચ એટલે કે આઈએસ-ખોરાસાન તરફથી આ ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તરફથી કેરિબયન દેશોને નિશાન બનાવવાની ધમકી […]

જેલમાં બધ ઇમરાનની બુદ્ધિ ભ્રષ્ટ, ભારત પર મુક્યો આ ગંભીર આરોપ

પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનની અંદર હત્યાઓ કરી રહ્યું છે. ઈમરાન ખાને દેશમાં અને અફઘાનિસ્તાન તેમજ ભારતની સરહદો પર ગંભીર સુરક્ષા સ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન દ્વારા આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પાકિસ્તાન દ્વારા […]

હવે પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરી પ્રશંસા

નવી દિલ્હીઃ હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરમિયાન પાકિસ્તાનના નેતાએ કોંગ્રેસની જીત માટે દુઆ માંગી હોવાના સમાચારના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન હવે પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈનને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. ફવાદ હુસૈનએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું […]

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 20થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાંથી ઉતરીને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 20થી વધારે પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે 15થી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા જોરશોરથી બચાવ […]

પાકિસ્તાનનો તમામ મામલે ટ્રેક રેકોર્ડ ખરાબ, યુએનમાં ભારતે પડોશી દેશને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડેહાથ લીધું હતું. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે, પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં શંકાસ્પદ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ‘શાંતિની સંસ્કૃતિ’ વિષય પર જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દા પર ભારત વિરુદ્ધ ભાષણો કર્યા હતા અને […]

કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સશસ્ત્ર ગુનેગારોએ ન્યાયાધીશનું અપહરણ કર્યું

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું […]

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code