1. Home
  2. Tag "palitana"

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, […]

પાલિતાણામાં તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના રોગચાળાએ માથું ઉંચક્યુ, દવાખાના ઊભરાયાં

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે. પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની […]

પાલિતાણામાં ટુરિઝમ વિભાગની હોટલને તાળાં, સરકારને જ હોટલ ચલાવવામાં કોઈ રસ નથી

પાલિતાણાઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ટૂરિઝમ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસીઓને માટે જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણામાં કરોડોના ખર્ચે ભવ્ય કહી શકાય તેવી ‘ હોટલ સુમેરૂ’ બનાવવામાં આવી હતી. જો કે, કોરોના નામે બંધ કરવામાં આવેલી આ હોટલ ત્રણ વર્ષ પછી પણ શરૂ કરવામાં આવતી […]

પાલિતાણામાં પાણીનો ઓવરહેડ ટાંકો બે વર્ષથી તૈયાર છતાંયે પાણી ભરવાનું મૂહુર્ત મળતું નથી

પાલિતાણાઃ જૈનોના તિર્થસ્થાન ગણાતા પાલિતાણા શહેરની વસતી વધતી જાય છે. નગરપાલિકા દ્વારા થોડાઘણા વિકાસના કામો પણ હાથ ધરાયા છે. ઘણીવાર પ્રજાના ટેક્સના નાણાથી કરાયેલા કામો તંત્રની બેદરકારીથી ખંડેર બની જતાં હોય છે. પાલિતાણા શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે બનાવાયેલો પાણીનો ટાંકો બે વરસથી બીન ઉપયોગી બની રહયો છે. પાણીના ટાંકાએ હજુ પાણીના દર્શન કર્યા […]

જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, પાલિકાને કોઈ રસ નથી

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો વાહનો લઈને આવતા હોય છે. ઉપરાંત પાલિતાણામાં પણ વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. શહેરી સાંકડી બજારો એની એ જ છે. બીજુ કે જે નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા છે. એમાં વાહન પાર્કિંગ માટેની કોઈ સુવિધા જ નથી.પાર્કિંગ સુવિધા […]

પાલિતાણાના કદમગીરી ડૂંગર પર મધરાતે લાગેલી આગ ભારે જહેમત બાદ નવ કલાકે કાબુમાં આવી

ભાવનગરઃ  જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં ગત મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી ફાટી નિકળતા પાલીતાણાના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધારથી ફાયર ફાઈટરોએ દોડી આવીને  સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે વન કલાકની જહેમત બાદ આજે સવારે […]

ગરવી ગુજરાત’ પ્રવાસી ટ્રેનનું આગમન પણ જૈનોના યાત્રાધામ પાલિતાણાની બાદબાકી કેમ ?

ભાવનગરઃ ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રવાસી ટ્રેનના રૂટ્સમાં  ગુજરાતના દ્વારકા, સોમનાથ, અમદાવાદ, વડોદરા સહિતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જૈનોના પવિત્ર યાત્રધામ પાલિતાણાની બાદબાકી કરવામાં આવી છે. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને […]

પાલિતાણામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેરમાં અને તેની આજુબાજુ કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીનો પર દબાણો કરેલા છે. સરકારની માલિકીની કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય તેમ માત્ર ને માત્ર અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી પરિણામે દબાણનો વિવાદ યથાવત રહ્યો છે. સૂત્રોના […]

પાલિતાણામાં હવે જૈન મંદિરો અને યાત્રિકોની સુરક્ષા માટે પોલીસની ખાસ ટીમ ફરજ બજાવાશે

ભાવનગર : જૈનોના પવિત્ર તીર્થધામ એવા પાલીતાણામાં ભગવાનના પ્રાચીન પગલાને અસામાજીક તત્વો દ્વારા થયેલા નુકસાન મામલે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્ય સરકારે રાતોરાત પાલીતાણાના જૈનમંદિરો તથા પ્રવાસી શ્રધ્ધાળુઓની સુરક્ષા વધારવાના તત્કાલીન પગલા જાહેર કર્યા છે. પાલીતાણામાં સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત જૈન સમાજના પ્રશ્નોના ઉકેલ માટે સરકારે સીટ […]

પાલિતાણામાં બસસ્ટેન્ડથી પુલ સુધી અને ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધી ટ્રાફિકની વિકટ સમસ્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલીતાણા શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બસ સ્ટેન્ડથી પુલ સુધીનો માર્ગ તેમજ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના માર્ગ પર વારંવાર ચક્કાજામના બનાવો બને છે અને નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. આ બન્ને રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. બન્ને માર્ગો પરના દબાણો હટાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code