1. Home
  2. Tag "palitana"

પાલિતાણાના કદમગીરી ડૂંગર પર મધરાતે લાગેલી આગ ભારે જહેમત બાદ નવ કલાકે કાબુમાં આવી

ભાવનગરઃ  જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં ગત મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી ફાટી નિકળતા પાલીતાણાના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધારથી ફાયર ફાઈટરોએ દોડી આવીને  સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે વન કલાકની જહેમત બાદ આજે સવારે […]

ગરવી ગુજરાત’ પ્રવાસી ટ્રેનનું આગમન પણ જૈનોના યાત્રાધામ પાલિતાણાની બાદબાકી કેમ ?

ભાવનગરઃ ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રવાસી ટ્રેનના રૂટ્સમાં  ગુજરાતના દ્વારકા, સોમનાથ, અમદાવાદ, વડોદરા સહિતના પ્રવાસન અને ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જૈનોના પવિત્ર યાત્રધામ પાલિતાણાની બાદબાકી કરવામાં આવી છે. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને […]

પાલિતાણામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેરમાં અને તેની આજુબાજુ કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીનો પર દબાણો કરેલા છે. સરકારની માલિકીની કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય તેમ માત્ર ને માત્ર અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી પરિણામે દબાણનો વિવાદ યથાવત રહ્યો છે. સૂત્રોના […]

પાલિતાણામાં હવે જૈન મંદિરો અને યાત્રિકોની સુરક્ષા માટે પોલીસની ખાસ ટીમ ફરજ બજાવાશે

ભાવનગર : જૈનોના પવિત્ર તીર્થધામ એવા પાલીતાણામાં ભગવાનના પ્રાચીન પગલાને અસામાજીક તત્વો દ્વારા થયેલા નુકસાન મામલે આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્ય સરકારે રાતોરાત પાલીતાણાના જૈનમંદિરો તથા પ્રવાસી શ્રધ્ધાળુઓની સુરક્ષા વધારવાના તત્કાલીન પગલા જાહેર કર્યા છે. પાલીતાણામાં સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત જૈન સમાજના પ્રશ્નોના ઉકેલ માટે સરકારે સીટ […]

પાલિતાણામાં બસસ્ટેન્ડથી પુલ સુધી અને ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધી ટ્રાફિકની વિકટ સમસ્યા

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન ગણાતા પાલીતાણા શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. બસ સ્ટેન્ડથી પુલ સુધીનો માર્ગ તેમજ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીના માર્ગ પર વારંવાર ચક્કાજામના બનાવો બને છે અને નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. આ બન્ને રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. બન્ને માર્ગો પરના દબાણો હટાવવામાં […]

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર સિંહે દેખા દેતા યાત્રાળુઓમાં ફેલાયો ભય

પાલિતાણાઃ જૈનોના યાત્રાધામ શેત્રુંજ્યના પર્વત પર અને આજુબાજુના વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. જોકે સિંહએ હજુ સુધી કોઈ નુકશાન કર્યું નથી, પરંતુ પર્વત પર જતાં યાત્રાળુઓમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વનરાજોનું લોકેશન મેળવીને તકેદારી રાખવામાં આવી રહી છે. જૈનોના ધાર્મિક સ્થળ એવા શેત્રુંજય તીર્થ સ્થળે આખા દેશમાંથી લોકો દર્શનાર્થે આવતા […]

પાલિતાણાની હોસ્પિટલને AIIMS રાજકોટ સાથે જોડવાથી દર્દીઓને ત્વરિત સારવાર મળશે : મનસુખ માંડવિયા

અમદાવાદઃ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખ માંડવિયા દ્વારા પાલિતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પાલિતાણામાં સર માનસિંહજી હોસ્પિટલને કેન્દ્રીય મંત્રી માંડવિયાની ઉપસ્થિતિમાં એઈમ્સ-રાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેડિસીન સેવાઓના પ્રારંભથી પાલિતાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને જરૂર પડ્યે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ષી સલાહ ઓનલાઈન […]

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને […]

પાલિતાણાના વર્ષો જુના મિકેનિકલ વજનકાંટા ઉદ્યોગે સમય સાથે પરિવર્તન ન કરતા તાળાં લાગી જશે

ભાવનગરઃ જૈનોનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણા શહેરમાં વર્ષોથી વજનકાંટા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. પાલિતાણાના વજનકાંટા દેશભરના દુકાનદાર વ્પારીઓમાં જાણીતા છે. વજંકાંટા ઉદ્યોગ સમય સાથે તાલ ન મિલાવી શકતા અને ઈલેક્ટ્રિક વજનકાંટા તેમજ મેઈડ ઈન ચાઈનાના વજનકાંટાની સ્પર્ધાનો સામનો ન કરી શકતા હાલ આ ઉદ્યોગની હાલત કફોડી બની છે. અને ગમે ત્યારે તાળા […]

જૈનોના યાત્રાધામ પાલિતાણામાં ગંદકી અને ઊભરાતી ગટરને લીધે લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની નિષ્ર્કિયતાને લીધે ઠેર ઢેર ગંદકી અને ઊભરાતી ગટર જોવા મળી રહી છે. શહેરમાં ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી જનતા પરેશાન છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 3માં ગંદકીનો માહોલ સર્જાયો છે. ત્યારે  સ્થાનિક રહિશોએ  તંત્રથી નારાજ થઈ હલ્લાબોલ કર્યો હતો. તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code