1. Home
  2. Tag "Passed away"

SPG ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું નિધન,આજે સવારે મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિલ્હી: દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું બુધવારે સવારે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 61 વર્ષીય સિન્હાને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેરળ કેડરના 1987 બેચના IPS અધિકારી સિન્હાને તાજેતરમાં એસપીજીના ડિરેક્ટર તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અરુણ […]

ગુજરાતઃ જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિદ્યુત ઠાકરનું નિધન

અમદાવાદઃ જાણીતા સિનિયર પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરનું 93 વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સિનિયર પત્રકાર વિદ્યુત ઠાકરના નિધનની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમજ લખ્યું હતું કે, જાણીતા રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે. […]

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન,કેન્દ્રએ 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી

દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ રાજનેતાઓએ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે બાદલના નિધન પર બે દિવસ (26 […]

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનું નિધન, મંગળવારે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા  હતા. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીને જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શ્રદ્ધાંજલી પાઠવી […]

પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ […]

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા. સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ […]

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી દેવલોક પામ્યા, લાંબા સમયથી હતા બિમાર

દ્વારકાઃ જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે રવિવારે નિધન થતા સાધુ સમાજ અને તેમના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. શંકરાચાર્ય સ્વરૂપાનંદજીને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. શંકરાચાર્ય સ્વરૂપાનંદજી ઘણા સમયથી બીમાર હતા. તેમની […]

અમદાવાદમાં જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર આશિષ શાહનું નિધન

અમદાવાદ­ : ગુજરાતમાં બાંધકામના વ્યવસાય સાથે સંકલાયેલા જાણીતા બાલાજી ગ્રુપના સંચાલક આશિષ શાહનું નિધન થયું હતું. જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યુની બીમારીમાં નિધન થતા બિલ્ડર લોબીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ટ્રીમ મીડિયા ગ્રુપના ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ પણ શ્રદ્ધાંજલી પાઠવીને શાહ પરિવારને આ દુઃખની […]

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન, હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિંજો આવેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન […]

કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન, વતનમાં કાલે અગ્નિ સંસ્કાર કરાશે

ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિસ જોશિયારાનું આજે 69 વર્ષની વયે નિધન થયું હતું. ડો. જોશિયારાબે મહિનાથી કોરોના સંક્રમિત હતા. ભાજપના ધારાસભ્ય  ડો.આશાબેન પટેલના નિધન બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. ડો.અનિલ જોષીયારા કોરોનાથી સંક્રમિત થયા બાદ એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code