1. Home
  2. Tag "Petition"

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરુદ્ધમાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી, 1લી એપ્રિલે થશે સુનાવણી

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાને પડકારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. AIMPLB એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં UCC કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. AIMPLB ના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડે એક અરજી દાખલ કરી છે જેમાં દલીલ કરવામાં આવી છે […]

મની લોન્ડરિંગ કેસમાં EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટે અમાનતુલ્લાહ ખાન પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી: દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે દાખલ કરાયેલ ચાર્જશીટ અને તેમની મુક્તિ પર સંજ્ઞાન લેવાના અદાલતના ઇનકારને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અમાનતુલ્લાહ ખાનનો જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ વિકાસ મહાજને ઓખલાના AAP ધારાસભ્યને નોટિસ જારી […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]

ભારતીય કંપનીઓ દ્વારા ઈઝરાયલને હથિયાર નિકાસને લઈને થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધ માટે ભારત અને ભારતીય કંપનીઓને ઇઝરાયેલને શસ્ત્રો અને લશ્કરી સહાય પૂરી પાડવાથી રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, તે દેશની વિદેશ નીતિના ક્ષેત્રમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું, “જો ઇઝરાયેલ નિકાસ પર પ્રતિબંધ મૂકાય છે, તો ઇઝરાયેલમાં શસ્ત્રોની નિકાસ સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ […]

બુલડોઝરની કાર્યવાહી સામે જમિયત સુપ્રીમ કોર્ટમાં પહોંચી

નવી દિલ્હીઃ જમિયત ઉલેમા-એ-હિંદે ત્રણ રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરિષ્ઠ વકીલ સીયુ સિંઘ, જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેંચ સમક્ષ હાજર થતાં, જમિયત ઉલેમા-એ-હિંદે આરોપીઓના ઘરો પર સરકારો દ્વારા બુલડોઝરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેની તાત્કાલિક […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન લંબાવવા સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં તેણે વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે. આનું કારણ જણાવતા કેજરીવાલે કહ્યું કે પીઈટી અને સીટી સ્કેન સિવાય તેમને કેટલાક વધુ ટેસ્ટ કરાવવાના છે. તેમણે આ તમામ તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો […]

જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેની માંગ સાથે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદના વજુખાનાના સર્વેની માંગણી કરવામાં આવી છે. અરજીમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને શિવલિંગને નુકશાન પહોંચાડ્યા વિના સર્વેનો નિર્દેશ કરવો જોઈએ. વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર જગ્યાને સીલ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ […]

મોરબી દૂર્ઘટનાનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની રચના કરવા માટે તાત્કાલિક નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે તબાહી મચાવી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવાની માંગ કરાઈ છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code