1. Home
  2. Tag "pm modi"

હિટવેવની આશંકાની વચ્ચે PM મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ રાખવાની સૂચના

નવી દિલ્હી :  હવામાન વિભાગે આ વર્ષે અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરમીનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી છે. પીએમઓ અનુસાર, આ બેઠકમાં આવશ્યક દવાઓ, આઈસ પેક, ORS અને પીવાના પાણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી […]

હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને જનતા પાઠ ભણાવશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પર હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા તેને આ માટે સબક શીખવશે. ઉત્તરાખંડમાં 19 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિકાસ અને વારસા બંનેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, “કોઈ પણ ભૂલી ન શકે કે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]

DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, DMK પાસે ભ્રષ્ટાચાર પર પ્રથમ કોપીરાઈટ છે અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનો આખો પરિવાર તમિલનાડુને લૂંટી રહ્યો છે. તમિલનાડુના વેલ્લોરમાં એક રેલી દરમિયાન મોદીએ આરોપ લગાવ્યો કે ડીએમકે એક પારિવારિક કંપની છે, જે પોતાની જૂની માનસિકતાથી રાજ્યના યુવાનોના […]

ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના પ્રવાસ દરમિયાન આજે જગદલપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમાબલ ગામ પહોંચ્યા અને ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણીનો શંખનાદ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્તીસગઢે […]

મુસ્લિમ લીગવાળા કટાક્ષ પર પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી કૉંગ્રેસ, કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને કહ્યુ હતુ કે આમા મુસ્લિમ લીગની છાપ જોવા મળી છે. હવે આની ફરિયાદને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અજમેર અને સહારનપુરની […]

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code