1. Home
  2. Tag "pm modi"

ગુજરાતમાં PM મોદીની 12 ચૂંટણી સભા અને રોડ શો યોજાશે, કેટલાક વિસ્તારોમાં વધુ ફોકસ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં  7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં હજુ પ્રચાર-પ્રસારનો ધમધમાટ જોવા મળતો નથી. ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસના હજુ 7 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. હાલ ઉમેદવારો પોત પોતાની રીતે ગૃપ મીટિંગો અને લોક સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે. પણ એકાદ સપ્તાહ બાદ પ્રચારનો ધમધમાટ જોવા મળશે. […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

કૉંગ્રેસના નેતાએ પીએમ મોદીના માથાને લઈને આપ્યું વિવાદીત નિવેદન, અમિત માલવીયે શેયર કર્યો વીડિયો

નવી દિલ્હી: છત્તીસગઢના વરિષ્ઠ કૉંગ્રેસના નેતા ડૉક્ટર ચરણદાસ મહંતે પીએમ મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે પીએમ મોદીના માથાને લઈને એક જાહેરસભામાં એવી વાત કરી દીધી, કે તેના પછી ભાજપે તેમના પર આક્રમક વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસના નેતા એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીના મુકાબલામાં […]

ભારત વૈશ્વિક GDP વૃદ્ધિમાં 15 ટકા હિસ્સા સાથે વૈશ્વિક વિકાસનું એન્જિન બની રહ્યું છેઃ PM મોદી

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનાં 90 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આરબીઆઈના 90મા વર્ષની ઉજવણી નિમિત્તે સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 1935માં 1લી એપ્રિલથી તેની કામગીરી શરૂ કરી હતી અને આજે 90માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

જયંત  ચૌધરીના ભાજપ સાથે જવાથી ભડક્યા શાહિદ સિદ્દીકી, છોડયું આરએલડીનું ઉપાધ્યક્ષ પદ

લખનૌ: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો આંચકો લાગ્યો છે. વોટિંગના કાઉન્ટડાઉન વચ્ચે જયંત ચૌધરીને ભાજપ સાથે જવાથી નારાજ આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયંત ચૌધરીને મોકલેલા રાજીનામામાં સિદ્દીકીએ લખ્યુ છે કે હું ખામોશીથી દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો જોઈ શકું નહીં. પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ […]

50 વર્ષ જૂના કચ્ચાથીવુના મામલાએ આપ્યો પાક્કો મુદ્દો, પીએમ મોદીએ કોંગ્રેસની સાથે ડીએમકેને પણ લપેટયું

નવી દિલ્હી: કૉંગ્રેસની ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે 1974માં શ્રીલંકા સાથે એક સમજૂતી કરી હતી. તેના હેઠળ કચ્ચાથીવુ ટાપુ પર ભારતે પોતાનો દાવો કર્યો હતો અને તેને શ્રીલંકાનો હિસ્સો માની લીધો હતો. આ મામલા પર રવિવારે જ્યારે એક રિપોર્ટ પ્રકાશિત થયો, તો પીએમ મોદીએ આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, તેમણે […]

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ […]

ઘઉંના સ્ટોકની સ્થિતિ ફરજિયાત જાહેર કરવાના સરકારે આદેશ આપ્યા

નવી દિલ્હીઃ એકંદરે ખાદ્ય સુરક્ષાનું વ્યવસ્થાપન કરવા અને સંગ્રહખોરી અને અનૈતિક અટકળોને રોકવા માટે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ / જથ્થાબંધ વેપારીઓ, રિટેલરો, બિગ ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સે ઘઉંની તેમની સ્ટોક પોઝિશન પોર્ટલ (https://evegoils.nic.in/wheat/login.html) પર   01.07.2019થી 01-04-2024 અને તે બાદ, આગામી આદેશ સુધી દર શુક્રવારે જાહેર કરવાની રહશે. […]

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code