1. Home
  2. Tag "pm modi"

પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો બતાવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (25 મે, 2025) ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન, તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓના ચિત્રો પણ બતાવ્યા, જેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા સાથે […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

પ્રધાનમંત્રી મોદી દેશના 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યુ

જયપુરઃ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. હકીકતમાં, દેશનોક સ્ટેશન ખાસ કરીને સ્થાનિક સ્થાપત્ય પરંપરાઓને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં કમાનો અને સુશોભન સ્તંભોનો સમાવેશ થાય છે. આ પહેલા પીએમ […]

રાજીવ ગાંધીની પુણ્યતિથિ: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક આત્મઘાતી હુમલામાં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું છે કે “આજે, તેમની પુણ્યતિથિ પર, હું આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન […]

CBSE ધો.10-12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને પીએમ મોદીએ શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)નું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ‘એક્ઝામ વોરિયર્સ’ને ભવિષ્યમાં આવનારા દરેક અવસરમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી છે. આ સાથે પરીક્ષામાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતી વખતે તેમણે કહ્યું કે, […]

સિન્દુર ઓપરેશન માત્ર સ્થગિત કર્યું છે, હવે કોઈ અટકચાળો કરશે તો જડબાતોડ જવાબ આપીશુઃ મોદી

ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે, ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલો ભારત સામે તણખાની જેમ પડી ગયા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે  દેશવાસીઓને રાષ્ટ્રજોગ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ […]

છેલ્લી સદીમાં, ભારતીય સિનેમાએ ભારતને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવામાં સફળતા મેળવી છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) 2025નું ઉદ્ઘાટન કર્યું. એટલું જ નહીં, આ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સિનેમાની 5 મહાન હસ્તીઓ: ગુરુ દત્ત, પી. ભાનુમતિ, રાજ ખોસલા, ઋત્વિક ઘટક અને સલિલ ચૌધરી પરની સ્મારક ટપાલ ટિકિટો પણ લોન્ચ કરી. મનોરંજન ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા કરવા […]

કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. […]

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ […]

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code