1. Home
  2. Tag "Police recruitment"

પોલીસની ભરતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફુલપ્રુફ વ્યવસ્થાઃ નીરજા ગોટરૂ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026:  ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે ૧૦ લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા […]

જામનગર: પોલીસ ભરતીમાં હથિયારી કોન્સ્ટેબલની કરતૂત, મિત્રને બે ચિપ આપી દોડ પાસ કરવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર, 29 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ SRP ગ્રુપ-8 માં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર સાથે મળીને દોડની પરીક્ષા પાસ કરવા માટે ‘ચિપ’ ની અદલાબદલી કરી હતી. જોકે, ટેકનોલોજીની મદદથી આ કૌભાંડ પકડાઈ જતાં હવે […]

પોલીસની ભરતી માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે પોલીસના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે : હર્ષ સંઘવી

અમદાવાદમાં ખાખી ભવન સહિત ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત જનતાનો વિશ્વાસ જીતવાની બાબતે અમદાવાદગ્રામ્ય પોલીસ રોલમૉડલ બનશે નાગરિકો સાથે પ્રેમથી જ્યારે ગુનેગારો સાથે વધારે કડકાઈથી વર્તવા ગૃહમંત્રીએ કર્યુ સૂચન અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ […]

મહેસાણામાં પોલીસ ભરતીમાં પરીક્ષા આપવા આવેલો ડમી ઉમેદવાર પકડાયો

આરોપી પોતે પોલીસ દેડમાં નાપાસ થયો હતો મિત્રના કોલ લેટર લઈને પરીક્ષા આપવા આવ્યો રજિસ્ટ્રેશન સમયે જ ફેક ઉમેદવાર પકડાયો મહેસાણાઃ સરકારી નોકરી મેળવવા માટે બેરોજગાર યુવાનો ન કરવાનું કરી દેતા હોય છે. રાજ્યભરમાં હાલ પોલીસમાં લોક રક્ષક અને પીએસઆઈની ભરતી માટે શારીરિક પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં મહેસાણામાં એક ઉમેદવાર પોતાના મિત્રના કોલ […]

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ બન્યો પોલીસ ઓફિસર, શું છે સેના અને પોલીસ ભરતીના નિયમો

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા પોલીસ ઓફિસર બની છે. મનીષા રોપેતાને આ સન્માન મળ્યું છે. તે સિંધ પોલીસની પ્રથમ મહિલા પોલીસ અધિકારી છે. રોપેતાએ 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતી માટે પોલીસ ઓફિસર બનવું મુશ્કેલ માનવામાં આવે છે. રોપેતાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસનો કેસ સંભાળ્યો હતો. રોપેતાએ […]

રાજસ્થાનઃ પોલીસ ભરતીની પરિક્ષા આપવા જઈ રહેલા 3 યુવાનોના ટ્રેનની અડફેટે મોત

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા નીકળેલા ત્રણ મિત્રોનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તમામ મૃતદેહ ક્ષતવિક્ષત થઈ ગયા હતા, આ ઘટના બાદ સમગ્ર સ્ટેશનમાં અફરા-તફરી મચી ગઈ હતી. અલવરના રાજગઢ સ્ટેશન વિસ્તારમાં આ દૂર્ઘટના સર્જાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજગઢ રેલ્વે સ્ટેશન પર ત્રણ પરીક્ષાર્થીઓ ડબલ […]

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર કરાશે ભરતી

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર ભરતી કરાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી અમદાવાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તેમજ કોવિડના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડપી બને તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ ભરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code