1. Home
  2. Tag "Primary teachers"

ગુજરાતના પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને 3જી ડિસેમ્બરથી CPR તાલીમ અપાશે

ગાંધીનગરઃ શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ […]

ધો.10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 145મી માર્ચથી લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ તરીકે 200  જેટલાં પ્રાથમિક શિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવશે. જેમાં જિલ્લાના ચાર ઝોન મુજબ 50-50 શિક્ષકોને ફરજ સોંપવામાં આવશે.. સરકારી પ્રતિનિધિઓ તરીકે પરીક્ષા દરમિયાન શું શું અને કેવા કેવા પ્રકારની કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવશે. સૂત્રોના […]

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોના 18 જેટલા વણઉકેલ્યા પ્રશ્નો અંગે સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે શિક્ષક સંઘએ ફરીવાર સરકારના દ્વારા ખટખટાવ્યા છે, પ્રાથમિક શિક્ષકોના વણઉકલ્યા પ્રશ્નો જેવા કે, પ્રાથમિક શિક્ષકો અને એચ ટાટના બદલી કેમ્પો કરવા,  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ભરતી કરવા, મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુન:વિચારણા કરવા સહિતના 18 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા હોવાથી શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. શિક્ષકોના […]

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સેવા-2ની જાહેર પરીક્ષા માટે માન્ય ગણવા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને વર્ષો બાદ પણ બઢતી મળતી હોતી નથી. ઘણા શિક્ષકો ક્વોલીફાઈડ હોય છે. પીટીસી સાથે સ્નાતકનો કે અનુસ્નાતકનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હોય છે. છતાં શિક્ષણ વિભાગની ખાલી જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા નથી. આથી શિક્ષણ સેવા વર્ગ-2 અને રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને માન્ય ગણવાની માંગણી […]

ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ થતાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીઓનો કાર્યક્રમ સ્થગિત

અમદાવાદઃ  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલીઓ કરવા માટેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તા. 9 જૂનથી 28 જૂન સુધી ઓનલાઇન શિક્ષકોની બદલી માટે કાર્યક્રમનો પ્રથમ તબક્કો યોજવાની સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગનો પરિપત્ર  પ્રસિદ્ધ થયા બાદ પ્રાથમિક શિક્ષકો દ્વારા હાઇકોર્ટમાં માટે શાળાની સિનિયોરીટી ગણવા સંદર્ભે કેસ […]

પ્રાથમિક શિક્ષકોને અરસપરસ જિલ્લાફેર બદલીની અરજી હવે તા.30 એપ્રિલ સુધી કરી શકશે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓની જિલ્લાફેર અરસ પરસ બદલીઓ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોની નવા બનાવેલા નિયમોનુંસાર બદલીઓ કરાશે. જોકે બદલી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી, એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર અરસ પરસ સહિતની બદલીઓના નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાફેર અરસ […]

પ્રાથમિક શિક્ષકોને કામના કલાકો વધારાતાં, કોંગ્રેસે નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી

પાટણ : રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામના કલાક વધારીને 8 કલાક નિયત કર્યા છે. જેની સામે શિક્ષકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. હવે શિક્ષકોની વહારે કોંગ્રેસ આવી છે.  શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ  ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. અને શિક્ષકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ […]

પ્રાથમિક શિક્ષકોને શાળામાં 8 કલાક હાજરી આપવાના નિર્ણય સામે શિક્ષકોની નારાજગી

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળાઓમાં હવે 8 કલાક હાજરી આપવી પડશે. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે, એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપે તેની સામે સહમત નહીં હોવાનું કહેવાય છે. ત્યારે હવે રાજ્યના પ્રાથમિક […]

સાતમ-આઠમના તહેવારોમાં ધો.-3થી 5નાપ્રાથમિક શિક્ષકોની તાલીમ રખાતાં રોષ

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન આજે તા.26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code