1. Home
  2. Tag "protest"

બિલીમોરા નગરપાલિકામાં મર્જ કરવા સામે 6 ગામોનો વિરોધ

નવસારીઃ  રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં આજુબાજુના નજીકના ગામોનો સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. પણ નગરપાલિકામાં જે ગામોને મર્જ કરવામાં આવે તો ત્યાર બાદ તે ગામોનો ટેક્સ વધી જતો હોય છે. આથી મોટાભાગના ગામડાં શહેરો સાથે મર્જ થવામાં રાજી થતાં નથી. વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બિલીમોરા નગરપાલિકા પણ વિવાદમાં સપડાઈ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનને લઈ […]

કચ્છના શ્વેતરણની તંબુનગરીનું ગટરનું પાણી ખૂલ્લા રણમાં છોડાતા વિરોધ

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં શ્વેતનગરી ગણાતા ધોરડામાં પ્રવાસી માટે તંબુ નગરી ઊભી કરવામાં આવી છે. રણોત્સવની આકર્ષણરૂપ ગણાતી તંબુનગરીમાં ગટરના દૂષિત પાણી બહાર ખુલ્લા રણમાં ટેન્કરો દ્વારા છોડાતાં માનવ અને પશુ તંદુરસ્તી માટે મોટો ખતરો ઊભો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કચ્છમાં રણોત્સવ માણવા દેશ-વિદેશોમાંથી આવતા સહેલાણીઓ શ્વેતરણ વચ્ચે […]

અમદાવાદમાં SVP હોસ્પિટલમાંથી 350 નર્સ અને 150 વોર્ડબોયને છૂટા કરાતા વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેલન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 350થી વધુ નર્સો અને 150થી વોર્ડબોયને છૂટા કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. કોરોનાના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નર્સો અને વોર્ડબોયએ સારી કામગીરી કરી હતી પણ ચર્ચા એવી ચાલી રહી છે.કે, એસવીપી હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું હોવાથી વધારાના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ શહેરમાં […]

બરોડા મ્યુઝિયમની ફી 10થી વધારીને રૂપિયા 100 કરાતાં લોકોનો ભારે વિરોધ

વડોદરાઃ શહેરમાં ગાયકવાડ સ્ટેટના સમયની અનેક દુર્લભ ચિજ-વસ્તુઓ નિહાળવા માટે લોકો બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા હોય છે.  મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1932માં બનાવેલા બરોડા મ્યુઝિયમ કે જયાં મહારાજાના ઐતિહાસિક વારસાના દર્શન થાય છે, જેની પ્રવેશ ફી 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દેતા મોટા ભાગના પર્યટકો ફીમાં ઘટાડો કરવા માંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

હૈદરાબાદઃ હોસ્પિટલના નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર મામલે તબીબોએ નોંધાવ્યો અનોખી રીતે વિરોધ

દિલ્હીઃ દક્ષિણ ભારતના હૈદરાબાદમાં આવેલી જનરલ હોસ્પિટલમાં તાજેતરમાં ત્વચારોગ વિભાગમાં કામ જુનિયર તબીબ ઉપર પંખો પડ્યો હતો. જેથી તબીબોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન જુનિયર તબીબોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને રેલી યોજી હતી. તબીબોએ હેલમેટ પહેરીને કામ કરતા જોવા મળ્યાં હતા. OGHની જૂની ઈમારત લગભગ 100 વર્ષ જૂની છે અને આ ઈમારતને તોડી પાડવા અંગે […]

ગુજરાત યુનિ. દ્વારા સેનેટ-વેલ્ફેર મેમ્બરોને પ્રવાસમાં લઈ જવા સામે ABVPનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ વેલ્ફેર મેમ્બરને પ્રવાસમાં લઈ જવાનું આયોજન કરાયું છે.તેની સામે  ABVPમાં ચૂંટાયેલા સેનેટ વેલ્ફેર મેમ્બરે પ્રવાસનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, વર્ષ દરમિયાન કોઈ નિર્ણયમાં સાથે રાખવામાં આવ્યા નથી અને હવે ખુશ કરવા પ્રવાસના તાયફાં કરવાના આવી રહ્યા છે. આ સાથે પ્રવાસ રદ કરવા માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]

પોરબંદર જિલ્લામાં સરકારી શાળાઓ મર્જ કરવા સામે વાલીઓ અને પ્રા. શૈક્ષણિક મહાસંઘનો વિરોધ

પોરબંદર:  રાજ્ય સરકાર દ્વારા જે સરકારી શાળાઓમાં પુરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓને બાજુની સરકારી શાળાઓમાં મર્જ કરવાની છેલ્લા કેટલાક વખતથી કવાયત ચાલે છે. જેમાં પોરબંદર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓને અને કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને […]

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. […]

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડુતોનો વિરોધ

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં ઘણાબધા ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેમાં ચાર મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે રેલ પરિવહન જરૂરી છે. ત્યારે મોટા ઉદ્યોગો માટે રેલવે લાઈન પ્રોજેક્ટ સાકાર કરવા માટે કાચો ટ્રાફ્ટ તૈયાર કરાયો હતો જેમાં 2500 ખેડુતોની 1200 વિધા જમીન સંપાદન કરવી પડશે. જોકે ખેડુતો પોતાની ફળદ્રુપ જમીનો આપવા માગતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code