1. Home
  2. Tag "protest"

અમીરગઢના ખારી જંગલ વિસ્તારમાં 200 વિઘા જમીન પર કરાયેલા દબાણ સામે વિરોધ

પાલનપુરઃ જિલ્લામાં સરકારી જમીનો પર અનેક દબાણો થયેલા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લાના અમીરગઢના ખારી જંગલ વિભાગના સર્વે નંબર-13 માં કેટલાક ભૂમાફીયાઓ દ્વારા જંગલનું સરેઆમ નિકંદન કાઢી આશરે 200 વીઘામાં ખેતી કરવામાં આવી રહી છે. વન વિભાગની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આંખ આડા […]

વઢવાણ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેરવા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો. […]

પાલનપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવા સામે વિરોધ,

પાલનપુરઃ  બનાસકાંઠાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નવું બસ સ્ટેશન કાર્યરત થયા બાદ બસ સ્ટેશનમાં આવતા પ્રવાસીઓના ખાનગી ટુ વ્હીલર્સ અને ફોરવ્હીલર પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતો હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. અને વેપારીઓ, ગ્રાહકો સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ દ્વારા બસ પોર્ટના […]

રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવાની માંગણી, એક ડઝનથી વધુ શહેરોમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ

નવી દિલ્હી : ચીનમાં હાલમાં  રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી અને તિબેટ વિરોધી પોલિસીને લઈને લગભગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે.  શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં હમણાં  અડધી રાત્રે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનના બે મૂળ કારણ હતા. તિબેટમાં વિરોધનો અવાજ : જેમાં તિબેટના […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા જ કોંગ્રેસના પોસ્ટર-ઝંડા હટાવાતા કોંગ્રેસે કરી ફરિયાદ

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ચૂંટણી પુરચારનો માહોલ જામ્યો છે. આજે શહેરના શાસ્ત્રી મેદાનમાં કોંગ્રેસના રાહુલા ગાંધીની સભા યોજાઈ તે પહેલા જ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અને પોસ્ટર્સ તેમજ કોંગ્રેસની ઝંડીઓ તંત્ર દ્વારા હટાવી લેવામાં આવતા કોંગ્રસે આ સંદર્ભે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કેટલાક અધિકારીઓ ભાજપને વહાલા થવા માટે માત્ર કોંગ્રેસના બેનર્સ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલિક કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો સામે NSUIએ મચાવ્યો હંગામો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત પેપરલિકકાંડમાં ભીનું સંકેલવાના યુનિ.ના સત્તાધિશોના કથિત પ્રયાસો સામે એનએસયુઆઈએ સખત વિરોધ કર્યો છે. પેપરલિકકાંડ મામલે હજુ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. એવો મુદ્દો ઉઠાવીને એનએસયુઆઈએ યુનિ.ના કૂલપતિના ચેમ્બરમાં બેસીને ધરણાં કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનાને 35 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ […]

જમાલપુરની ટિકિટ શાહનવાઝને ન અપાતા NSUIના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસમાં હજુ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને ગડમથલ ચાલી રહી છે. ઘણી બધી બેઠકો પર વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસમાં જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. NSUI […]

ગાંધીનગરમાં જુની પેન્શન યોજનાની માગ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરતાં 500ની અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના કર્માચારીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે લડત આરંભી હતી. પણ સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવીને કર્મચારીઓના કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવી દેતા ઘણા કર્મચારી સંગઠનોને લડત પાછી ખેંચી લીધી હતી. પરંતુ હજુ કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા સરકાર પરદબાણ કરી રહ્યા છે. 2005 પછી ભરતી થયેલા સરકારના કર્મચારીઓને જુની પેશન યોજનાનો લાભ મળવાનો નથી, […]

AMCના કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મ્યુનિ. નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે 15 દિવસ બાદ પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નહીં આવતાં મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા અચોક્ક્સ મુદતની હડતાલ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળના સભ્યોની બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code