- ફરી ખેડૂતો સંભાળશે આંદોલનનો મોર્ચો
- 20 માર્ચછથી દિલ્હીમાં યુનિયન દ્રારા આંદોલનની જાહેરાત
દિલ્હીઃ- સરાકર સામે ફરી એક વખત ખેડૂત યુનિયન હલ્લાબોલ મચાવાની તૈયારીમાં છે, ખેડૂત યુનિયન દ્રારા આલવતા મહિના માર્ચનમી 20 તારીખથી રાજધાની દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છએ,ખેડૂતો પોતાની પડતર માંગને લઈને આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે યુદ્ધવીર સિંહ, રાજા રામ સિંહ અને ડૉ. સુનિલમના નેતૃત્વમાં અહીં જાટ ભવન ખાતે યોજાયેલી બેઠકમાં અનેક ખેડૂત સંગઠનોના સંગઠને આ નિર્ણય લીધો હતો.
વધુ વિગત અનુસાર ખેડૂતોના સંગઠન યુનાઈટેડ કિસાન મોરચા (SKM) એ વિતેલા દિવસને ગુરુવારે જણાવ્યું હતું કે તે 20 માર્ચે સંસદની બહાર કિસાન મહાપંચાયત યોજશે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદાકીય ગેરંટીની માંગણી કરવામાં આવશે.
આ સહીત કૃષિ કાયદાના વિરોધમાં આગેવાની કરી રહેલ ખેડૂત સંગઠન લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદેસર ગેરંટીની માંગ કરી રહ્યું છે. એસકેએમએ સામાન્ય બજેટની ટીકા કરી અને તેને ખેડૂત વિરોધી ગણાવ્યું જેને લઈને તેઓ ફરી રસ્તાઓ પર ઉતરતા જોવા મળશે.
કિસાન મોરચાના વરિષ્ઠ નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે તેઓ ફરી એકવાર ખેડૂતોની પડતર માંગણીઓ માટે આંદોલન કરવા મજબૂર બન્યા છે. 20 માર્ચે દેશભરના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે.યુનાઇટેડ કિસાન મોરચાના અધિકારીઓનું કહેવું છે કે મહાપંચાયતમાં લોકસભાની ચૂંટણી માટે રણનીતિ નક્કી કરવામાં આવશે.
યુનાઇટેડ કિસાન મોરચાએ કુરુક્ષેત્રની જાટ ધર્મશાળામાં યોજાયેલી બેઠકમાં પોતાની માંગણીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની મુખ્ય માંગણીઓ છે કે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં આવે, MSP લાગુ કરવામાં આવે, ખેડૂતોની લોન માફી કરવામાં આવે, સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવે.
યુનાઈટેડ કિસાન મોરચા લોકસભાની ચૂંટણી સમયે સરકારને ઘેરવાનું કામ કરશે જેથી તેની માંગણીઓ પૂરી થઈ શકે. હવે સંયુક્ત કિસાન મોરચા ખેડૂતો માટે બંધારણ બનાવવા જઈ રહી છે. ત્યારબાદ આ બંધારણના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે અને 31 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવશે.