1. Home
  2. Tag "Rahul Gandhi"

મોદી ચાહે છે તમે જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાવ: રાહુલ ગાંધી

શાજાપુર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. મંગળવારે રાહુલ ગાંધીની યાત્રાનો કાફલો શાજાપુર પહોંચ્યો અને તે દરમિયાન તેમની સાથે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ અને પ્રદેશ પ્રમુખ જીતુ પટવારી હાજર હતા. શાજાપુરમાં થયેલી નુક્કડ સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાહે […]

રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, ગૃહ મંત્રાલયે વધારી સુરક્ષા

નવી દિલ્હી: મહારાષ્ટ્રની નાસિક પોલીસને ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો થવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઈનપુટ મળ્યા બાદ રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. તેની સાથે દિલ્હી પોલીસ, […]

1951-52થી 2019ની લોકસભાની ચૂંટણી: સત્તાના શિખરથી કારમા પરાજયો સુધીની કૉંગ્રેસની સફર, ક્યારેય મેળવી શકી નથી 50%થી વધુ વોટ

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ દેશ પર સૌથી વધુ સમય શાસન કરનારી અને હાલમાં સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો 1952થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં દેખાવ જોઈએ, તો તેના વળતાપાણીનો અંદાજ પણ આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી 1952થી 1971 સુધીની લોકસભા ચૂંટણીઓ ખુબ આસાનીથી જીતી હતી. જો કે કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં જનતા મોરચાની સામે કોંગ્રેસને હાર ખાવી […]

LOKSABHA ELECTION: શું મુસ્લિમ લીગના કારણે રાહુલ ગાંધી વાયનાડને કહી રહ્યા છે બાય-બાય?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. પરંતુ સંભાવના છે કે તેઓ આ વખતે કેરળના સ્થાને દક્ષિણ ભારતના કોઈ એક રાજ્ય તેલંગાણા અથવા કર્ણાટકથી એક બેઠક પર ચૂંટણી લડે અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની હોઈ શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો છે અને તેથી આ બંને રાજ્યોમાંથી કોઈ […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા, આ 2 લોકસભા સીટ પર ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડે તેવી શક્યતા છે. ન્યૂઝ 18ના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે નહીં તેવી ચર્ચા છે. રિપોર્ટ મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડશે. સૂત્રો મુજબ, રાહુલ […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]

2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન

સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે […]

યુપીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ નહીં થાય પ્રિયંકા ગાંધી, ખુદ જણાવ્યું આ કારણ

વારાણસી : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શુક્રવારે ઉત્તરપ્રદેશ પહોંચી રહી છે. યુપીના ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં પહોંચે તેવી સંભાવના હતી. જો કે તેઓ આ કાર્યક્રમમાં પહોંચી નહીં શકે. આ મામલામાં પ્રિયંકા ગાંધીએ ખુદ પક્ષ રજૂ કર્યો છે. પહેલા દાવો કરાયો હતો કે ભારત જોડો યાત્રા યુપીના ચંદૌલીમાં પ્રવેશ કરે તે દરમિયાન […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code