1. Home
  2. Tag "Rahul Gandhi"

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે સંયુક્ત વિપક્ષની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે, પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશે. જરા […]

રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીના આ નિવેદનના ઘેરા પડઘા ભારતમાં પડ્યાં છે. ભાજપના સિનિયર નેતાઓએ રાહુલ ગાંધીને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી દરેક વિદેશ પ્રવાસમાં ભારતનું અપમાન થાય છે. […]

અમેરિકા : રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલિસ્તાની ઝંડો લહેરાવ્યો

વોશિંગ્ટનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીના એક કાર્યક્રમમાં ખાલિસ્તાનીઓએ વિક્ષેપ નાખ્યો હતો. આ કાર્યક્રમમાં ખાલિસ્તાની સમર્થકોએ ખાલીસ્તાનનો ઝંડો લહેરાવીને સુત્રોચ્ચાર કર્યાં હતા. એટલું જ નહીં ખાલિસ્તાની આતંકવાદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેરિકાની મુલાકાત દરમિયાન […]

વિશ્વના નેતાઓ PM મોદીની પ્રસંશા કરે છે જ્યારે રાહુલ વિદેશી ધરતી ઉપર PMનું અપમાન કરે છેઃ અનિલ વિજ

નવી દિલ્હીઃ હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી અનિલ વિજે ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિજે ટ્વીટમાં લખ્યું છે કે, દુનિયાભરના દેશોના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી અને આપણા દેશના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરે છે. દરેક ભારતીયે આવા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન સાથે બેસીને તેમને સમજાવી પણ શકે છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય મૂળના લોકોને રાહુલ ગાંધી મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ રાજકારણ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે અમેરિકા જવા માટે રવાના થશે, સ્ટૈનફઓર્ટ યુનિવર્સિટીની લેશે મુલાકાત

  દિલ્હીઃ-ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જૂને અમેરિકા જાય તે પહેલા વિપોધ પક્ષના નેતા આજથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રવિવારે નવો પાસપોર્ટ મળ્યો હતો. સ્થાનિક કોર્ટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યાના બે દિવસ બાબ આ સામાન્ય પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ માટે માન્ય રહેશે.  પાસપોર્ટ મેળવ્યા બાદ હવે […]

રાહુલ ગાંધીને પાસપોર્ટ કેસમાં કોર્ટમાંથી મળી રાહત,10ને બદલે ત્રણ વર્ષ માટે NOC મળી

દિલ્હી : પાસપોર્ટ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાહુલ ગાંધીને ત્રણ વર્ષ માટે એનઓસી આપી છે. જો કે રાહુલ ગાંધીએ કોર્ટ પાસે 10 વર્ષ માટે એનઓસીની માંગણી કરી હતી, પરંતુ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની માંગનો વિરોધ કર્યો હતો અને માત્ર એક વર્ષ માટે એનઓસીની પરવાનગી આપવાનું કહ્યું હતું. […]

હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે રાહુલ ગાંધી મુસાફરી કરતા જોવા મળ્યા

નવી દિલ્હીઃ બેંગલુરુમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સાથે રાઈડ કર્યા પછી, હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા કોંગ્રેસના નેતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું […]

કર્ણાટકની જનતાને રાહુલ ગાંઘીનો વાયદો, 2 કલાકમાં કેબિનેટ બેઠક અને 5 વાયદાઓ બનશે કાયદો

રાહુલગાંઘીનો કર્ણાટકની જદનતાને વાયદો 5 વાયદાઓ તાત્કાલિક બનશે કાનુુન બેંગુલુરઃ- આજરોજ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ નવા નિમાયેલા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ રાજ્યની જનતાને અનેક વાયદા કર્યા હતા. હવે કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર રચાઈ છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા આ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે […]

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે જશે,મેડિસન સ્ક્વેરમાં ભારતીયો વચ્ચે આપશે ભાષણ

દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લગભગ 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જશે. રાહુલ ગાંધી 31 મેના રોજ અમેરિકા પહોંચશે અને 4 જૂને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ખાતે ભારતીય પ્રવાસીઓની રેલીને સંબોધિત કરશે અને અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ સામેલ થશે. રાહુલ ગાંધી એવા સમયે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code