ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ બાદ […]