1. Home
  2. Tag "Rain"

વરસાદી સીઝનમાં ઔષધી સમાન જાંબુનું બજારમાં ધૂમ વેચાણ, કિલોના 30થી 50 રૂપિયા ભાવ

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સહિત શહેરોમાં જાબુંનું વેચાણ થઈ રહ્યું છે. આ વખતે જાબુંનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે. બજારમાં આજકાલ ઔષધિ સમાન જાંબુનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આરોગ્યની દ્રષ્ટિએ સિઝનેબલ ફળ જાંબુ ખૂબ જ ફાયદાકારક હોય લોકો તેની ખરીદી કરે છે હાલમાં […]

કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી: અમદાવાદ હવામાન વિભાગ

અમદાવાદ: રાજ્યમાં કેટલાક જિલ્લામાં કેટલાક સ્થળોએ થોડા દિવસ વરસાદ થયા બાદ લાગતું હતું કે, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, અમદાવાદમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ના થતા ભારે વરસાદની સંભાવના ઓછી છે. પરંતુ અમદાવાદ […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ 111 તાલુકામાં મેઘમહેર, પલસાણા અને બારડોલીમાં 6 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યભરમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે, આ વર્ષે મેઘરાજાની પઘરામણી વહેલા થઈ છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં ઝાપટાંથી લઈને 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં 6 ઈંચ, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, પંચમહાલના હાલોલમાં ચાર ઈંચ, ઉપરાંત ચોર્યાસી, મહુવા અને વાલોડમાં પણ ત્રણ ઈંચથી વધુ વપરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ અત્યાર સુધી સિઝનનો 9 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ ચુકી છે અને રાજ્યના અનેક ભાગોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં 9 ટકા જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે.જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું […]

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદઃ બે દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ક્યાંય થોડી તો ક્યાંય વધારે પ્રમાણમાં કૃપા વરસાવી છે. અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય હતા. […]

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યોઃ ખેડૂતોમાં ફેલાઈ ખુશી

ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી વ્પાયી હતી. વહેલી સવારે સુરત સીટી, ચોર્યાસી તથા ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલી જામ્યો હતો. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. […]

રાજકોટમાં જોરદાર વરસાદ, અસહ્ય ગરમીથી લોકોને રાહત

રાજકોટમાં વરસ્યો વરસાદ અસહ્ય ગરમીથી લોકોને રાહત વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજકોટ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ બની રહેતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ વરસ્યો છે. રાજકોટમાં પણ ગરમીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી ઉપર જઈ રહ્યો હતો તેના કારણે […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેરથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ શહેરમાં 3 […]

અમદાવાદઃ ભેજવાળા વાતાવરણને લીધે ચામડીના રોગના 3210 કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ હવે ચોમાસાના પ્રારંભ સાથે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગત બન્ને મહિનામાં ત્રણ હજાર આસપાસ કેસો નોંધાતા હતા, જ્યારે જૂનના 15 દિવસમાં જ 3210 કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં અહીં 3268 અને મે મહિનામાં 3214 દર્દીઓ નોંધાયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code