1. Home
  2. ગુજરાતી
  3. પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં
પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

પાટણમાં માત્ર બે ઇંચ વરસાદે મ્યુનિની પોલ ખોલી નાંખીઃ ઠેરઠેર ખાડાં અને ભૂવા પડ્યાં

0
Social Share

પાટણઃ  શહેરમાં પ્રથમ વરસાદમાંજ નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ ગયો હતો અને શહેરના વિવિધ વિસ્તારમાં ઠેરઠેર ખાડા અને ભૂવા પડતા લોકો પરેશાન બની ગયા છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે. નવા બનેલા રોડમાં નગરપાલિકા અને કન્સલ્ટન્ટ તરફથી કોઈપણ સુપરવિઝન ન થવાના કારણે કામ નબળુ કરવામાં આવ્યુ હતું રોડનું લેવલિંગ પણ બરાબર કરવામાં આવ્યું નથી તેની લીધે નવીન બનેલા રોડમાં પાણી ભરાયા હતા.

તેમજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ સારું સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નીલમ સિનેમાથી બુકડી , મીરા દરવાજા ,શ્રદ્ધા ફ્લેટથી ગુગડી તળાવ, છીડિયા દરવાજાથી પારેવા સર્કલ થઇ પીતાંબર તળાવ, કાલી બજારથી ખાનસરોવરની લાઇન પર ખાડા અને ભૂવા પડી જતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચલકોને ભારે હલકી ભોગવવી પડી હતી.

પાટણ નગર પાલિકા વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તથા જવાબદાર ચેરમેનઓ અને કર્મચારી દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન ન કરવામાં આવતા અને આ કામગીરી હલકી કક્ષાની હોઇ વિસ્તારમાં કામગીરી ચાલતી હતી. તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરઓ અને રહીશોએ વારંવાર ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાક્ટરને કોઈપણ નોટિસ આપી નથી કે ખુલાસો પુછવામાં આવ્યો નથી. જેના કારણે ગતરોજ પડેલા પ્રથમ વરસાદના કારણે પાટણ નગરપાલિકાની ભ્રષ્ટાચાર વાળી કામગીરી ખુલ્લી પડી છે.

શહેરમાં જે જગ્યાએ સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. તમામ વિસ્તારમાં હાલ ભુવાઓ પડ્યા છે. તેમજ આ ભૂવાઓના કારણે ઘણા પ્રજાજનો હેરાન પરેશાન થયા હતા. છીડીયા દરવાજાથી પારેવા સર્કલ થઈ પિતાંબર તળાવ સુધી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે. લાઇન રોડ લેવલ કરતાં ઉંચી હોય આ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને પાણીના નિકાલ સારું ગેરકાયદેસર વરસાદી પાણી ભૂગર્ભ ગટર લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇનના ઢાંકણા ખોલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પાટણ શહેરમાં નીલમ સિનેમા થઈ મીરા દરવાજા પાટણ શહેરના શ્રદ્ધા ફ્લેટ થી ગૂંગડી તળાવ, કાળી બજારથી ખાનસરોવર તરફ અને પારેવા સર્કલ થી પીતાંબર તળાવના વિસ્તારોમાં પ્રથમ વરસાદે જ પાણી ભરાયા હતા અને ભૂવાઓ પડ્યા હતા. પાટણ શહેરમાં જે તમામ જગ્યાએ ભુવાઓ પડ્યા છે. તેને તાત્કાલિક પુરાણ અને રોડ લેવલિંગ કરવા સારું પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને સત્વરે નોટિસ આપીને આ ભુવાની કામગીરીનું પુરાણ કરાવે તેમજ પાટણ શહેરમાં મોબાઇલના જે ખોદકામની કામગીરી ચાલે છે. તેના કોન્ટ્રાકટરને નોટિસ પાઠવીને ચોમાસુ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા કડક સૂચના આપવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code