1. Home
  2. Tag "rajkot"

ગુજરાતના વિકાસની હરણફાળમાં સામાજિક-ધાર્મિક સંસ્થાઓનું મોટું પ્રદાન: ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લામાં વિંછીયા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સંસ્થા ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.  આ પ્રસંગે સંસ્થાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતોને ઉદબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, […]

રાજકોટમાં PM મોદી 25મી ફેબ્રુઆરીએ અટલ સરોવર, એઈમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરી તેમજ 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે. જેમાં એઈમ્સ, અટલ સરોવર તેમજ ઝનાના હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં આગામી તા. 25ના રોજ વડાપ્રધાનના હસ્તે […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટ્રેસ્ટના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો, 5 વિકેટ ગુમાવી બનાવ્યાં 326 રન

અમદાવાદઃ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજી ટ્રેસ્ટનો પ્રારંભ થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે પાંચ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યાં હતા. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 110 રન બનાવી અને કુલદીપ યાદવ એક બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી […]

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં થયો ઘટાડો,

રાજકોટઃ શહેરના હિરાસર ગામ નજીક કરોડોના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સેવા તો શરૂ થઈ નથી. પણ ડોમેસ્ટીક સેવામાં પણ ઘટાડો થયો છે. ત્યારે રાજકોટથી દિલ્હી, મુંબઈની વહેલી સવાર, લેઇટ નાઈટ ફ્લાઈટ તેમજ ઉદયપુર, ચેન્નાઈ, દહેરાદૂન, ગોવા, ઇન્દોર, પુણેની કનેક્ટિંગ ફલાઇટ શરૂ કરવાની માગ ઊઠી છે. રાજકોટમાં જૂનું એરપોર્ટ બંધ કરાયા […]

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી શરદી- ઊધરસ અને ફીવરના કેસમાં થયો વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા શહેરમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે. શરદી, ઊધરસ અને સામાન્ય તાવના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. સરકારી દવાખાનામાં સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસનાં 1025 કરતા વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખાનગી દવાખાનાંઓમાં પણ શરદી, ઊધરસ અને ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળી […]

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટ એઈમ્સની IPD અને સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જો કે પીએમના પ્રવાસની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ 24મી ફેબ્રુઆરીથી વડાપ્રધાન બે દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતા છે. બે દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ઉદ્ઘાટનો કરશે.રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ, બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં 4000 ક્વિન્ટલની આવક, લીંબુ અને લસણના સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટ: શહેરના માર્કેટ યાર્ડમાં ગાંમડાઓમાંથી લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે. સોમવારે યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાના પાકની આવક થઈ હતી. જેમાં કપાસના ભાવ ખેડૂતોને 1,140થી 1,477 રૂપિયા સુધીના મળ્યા હતા. […]

રાજકોટના આજી ડેમમાં સૌની યોજના હેઠળ ફરીવાર નર્મદાના નીર ઠલવાયા, ડેમ 86 ટકા ભરાયો

રાજકોટઃ  શહેરમાં વસતી વધારા સામે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. ત્યારે પાણીની માગને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સમયાંતરે આજી ડેમમાં ઠાલવવામાં આવતા હોય છે. ત્યારે હાલ નર્મદાના નીર આજી-1 ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ડેમની સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86 ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં […]

રાજકોટમાં કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ બે-બે મીટર કપાત કરીને પહોળો કરાશે

રાજકોટઃ શહેરમાં વાહનોની સંખ્યા વધતી જાય છે. જેના કારણે કેટલાક રોડ-રસ્તાઓ વાહનોથી ભરચક જોવા મળતા હોય છે. શહેરમાં કોટેચા ચોકથી SNK સ્કૂલચોક સુધીના યુનિવર્સિટી રોડ પર ટ્રાફિકની ગીચતા દૂર કરવા માટે અઢી કિલો મીટર સુધી રોડની બન્ને સાઈડમાં બે-બે મીટર એટલે કે 13 ફુટથી વધુ કપાત કરાશે, આરએમસીની સ્ટેન્ડિગ કમિટી દરખાસ્તને મંજુર કરતા હવે ટુક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code