1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી શરદી- ઊધરસ અને ફીવરના કેસમાં થયો વધારો,
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી શરદી- ઊધરસ અને ફીવરના કેસમાં થયો વધારો,

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી શરદી- ઊધરસ અને ફીવરના કેસમાં થયો વધારો,

0
Social Share

રાજકોટઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા શહેરમાં ઠંડી વધતા રોગચાળો વકર્યો છે. શરદી, ઊધરસ અને સામાન્ય તાવના દર્દીઓ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. સરકારી દવાખાનામાં સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસનાં 1025 કરતા વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખાનગી દવાખાનાંઓમાં પણ શરદી, ઊધરસ અને ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આ ઉપરાંત ડેંગ્યુ અને ચિકનગુનિયાનાં વધુ 1-1 કેસ સહિત વિવિધ રોગોનાં મળી કુલ 1372 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાહેર થયેલા આંકડા મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રોનાં છે. જો ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ધ્યાનમાં લઈએ તો આ સંખ્યા 5 હજારથી વધુ હોવાની શક્યતા છે.

રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી શરદી, ઊધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મ્યુનિ.ના ચોપડે વિવિધ રોગોનાં 1372 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1037 કેસ, ઝાડા-ઊલટીનાં 176 કેસ, સામાન્ય તાવનાં 157 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો 1 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યા છે. જોકે મેલેરિયા અને ટાઇફોઇડનો એકપણ કેસ નોંધાયો નથી. જોકે, ખાનગી ક્લિનિકોમાં મચ્છરજન્ય રોગચાળાનાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

આરએમસીના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ શહેરમાં ઠંડી સાથે ભેજવાળા વાતાવરણને કારણે તાવ, શરદી અને ઊધરસના દર્દીઓમાં વધારો થયો છે. રોગચાળાને ડામવા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 5 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન 10,715 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 752 જેટલા ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજિત 784 પ્રિમાઈસીસ રહેણાંકમાં 384 તો કોમર્શિયલમાં 122 આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વઘુ લોકોને કરડી શકે છે. જોકે, મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. જેને લઈને આરએમસીના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code