1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ શરૂ કરાતા મિલકતધારકોએ 314 કરોડનો વેરો ભર્યો

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા પ્રોપર્ટી ટેક્સની બાકી વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી છે, આરએમસીએ વેરો વર્ષોથી વેરો ન ભરનારા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવા કડક ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ત્રણેય ઝોનમાં ટેક્સ રીકવરી સેલની ટીમને ઉતારવામાં આવી હતી. 50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. વાર્ષિક ટાર્ગેટ પૂરો […]

રાજકોટમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ ખાઈને ટ્રક સાથે અથડાતાં પિતા-પૂત્રના મોત

રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના સંત કબીર રોડ પર સર્જાયો હતો. જેમાં રોડ પરના ખાડાને લીધે બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પર સવાર પિતા-પૂત્ર રોડ પર પટકાયા હતા. તે દરમિયાન પૂર ઝડપે પાછળ આવી રહેલા ટેન્કર પિતા-પૂત્ર પર ફરી વળતા બન્નેના મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવને […]

રાજકોટમાં કારે ટક્કર મારતા સ્કુટરસવાર વૃદ્ધ દંપત્તિ પટકાયાં, પત્નીની નજર સામે પતિનું મોત

રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે દોડાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે રોંગ સાઇડમાં એક્ટિવા લઇને આવતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. જેમાં 75 વર્ષના મનસુખલાલ ભાલોડિયા હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. અને તેથી વૃદ્ધ લોહીલુહાણ થઈ […]

રાજકોટમાં વાહનો પર લગાવાતી LED લાઈટ સામે RTOની ડ્રાઈવ, વાહનચાલકોને 23000નો દંડ ફટકાર્યો

રાજકોટઃ  ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રીના સમયે સૌથી વધુ અકસ્માતોના બનાવો બને છે. ઘણા વાહનો પર આંખોને આંજી દેતી એલઈડી લાઈટો લગાવવામાં આવી હોય છે. તેથી સામેથી આવતા વાહનચાલકો અંજાઈ જતાં અકસ્માતોનો ભોગ બનતા હોય છે. આથી રાજકોટ RTOની ટીમ દ્વારા ગત રાત્રે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાતા LED લાઈટ લગાવીને જતા […]

રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા  જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. […]

રાજકોટમાં રેલનગર અને કોઠારિયામાં 26 ઝૂંપડા, 10 શેડ સહિત ગેરકાયદે દબાણો દુર કરાયાં

રાજકોટઃ શહેરમાં ઘણા વિસ્તારો એવા છે. કે, વર્ષોથી દબાણો ખડકાયેલા છે. ત્યારે આરએમસી દ્વારા પોલીસના સહકારથી ગેરકાયદે દબાણો હટાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ હેતુના અનામત પ્લોટમાં થઈ ગયેલા દબાણો દૂર કરવા માટે ત્રણ ઝોનમાં એકસાથે જ મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી હોસ્પિટલ પાછળ, […]

રાજકોટમાં વીજચોરી સામે PGVCLના દરોડા, છેલ્લા 5 દિવસમાં 84 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળે છે. અને પીજીવીસીએલને કરોડો રૂપિયાનો વીજ લોસ સહન કરવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર જુદા જુદા વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને 84 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. સતત પાંચમા દિવસે […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાની નીર ઠલવાયા, હવે બે મહિના સુધી પાણીની મુશ્કેલી નહીં પડે

રાજકોટઃ શહેરના લોકોને હાલ આજી ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધતા પાણીની વપરાશમાં પણ વધારો થયો છે. ત્યારે સમયાંતરે નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે છે. હાલ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. આજી ડેમ ભરાતા હવે બે-ત્રણ મહિના શહેરમાં દરેક ઘરને પુરતા પ્રેશરથી પાણી […]

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લીધે રાજકોટના રામવનમાં 22મી જાન્યુઆરીએ નિશુલ્ક પ્રવેશ અપાશે

રાજકોટઃ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવવાનો છે. ત્યારે 22મી જાન્યુઆરીએ રાજકોટમાં મ્યુનિ.સંચાલિત રામનવમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે. વધુમાં વધુ લોકો આ પવિત્ર દિવસે રામ વનની મુલાકાત લઈ શકે તે માટે મ્યુનિ. દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના આજી ડેમ પાસે, કિશાન ગૌ […]

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, પંજાબીઓ અને વિદેશી પતંગબાજોએ ગરબે રમીને પતંગો ચગાવ્યાં

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. જયારે ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગજાજોએ પણ ભાગ લીધો હતો.  આ પતંગ મહોત્સવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code