1. Home
  2. Tag "Rathyatra"

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]

અમદાવાદ અષાઢી બીજના દિવસે જગન્નાથજીમય બનશેઃ સરકારે રથયાત્રાને આપી શરતી મંજૂરી

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. અમદાવાદમાં દર વર્ષે […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ સમગ્ર રૂટ ઉપર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓને કરાયાં તૈનાત અન્ય જિલ્લામાંથી બોલાવાયાં પોલીસ કર્મચારીઓ ત્રણેય રથ ખેંચનારા ખલાસીઓની યાદી સોંપાઈ અમદાવાદઃ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળશે. જો કે, કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે તેની ઉપર શ્રદ્ધાળુઓની નજર મંડાયેલી છે. જો કે, મંદિર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા […]

રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ગુજરાતી બાંધણીની પાઘડી કરશે ધારણઃ મામેરુ અર્પણ કરાયું

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્વાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળશે. તેને લઈને મંદિર અને ભક્તો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગજરાજોને સુંદર રીતે શણગારવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ભગવાનને મામેરુ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભગવાન જગન્નાથજી ગુજરાતી બાંધણીની પાઘડી ધારણ કરશે. ભગવાનના વાઘા ગુજરાતી થીમ […]

અમિત શાહ 10મીથી 3 દિવસ ગુજરાતના પ્રવાસેઃ રથયાત્રા પૂર્વેની મંગળા આરતીમાં ભાગ લેશે

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 10મી જુલાઈએ અમદાવાદ આવશે. 11મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથજીના મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી […]

સરકારે હજુ મંજુરી નથી આપી પણ જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરી કરી દીધી

અમદાવાદઃ શહેરમાં દરવર્ષે અષાઢીબીજના દિને પરંપરાગત યોજાતી રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સરકારે હજુ રથયાત્રાને વિધિવત મંજુરી આપી નથી પણ જે રીતે તૈયારીઓ થઈ રહી છે, તે જોતા મંજુરી એકાદ બે દિવસમાં આપી દેવાશે બીજીબાજુ જગન્નાથજી મંદિર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને  સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે,અષાઢી બીજે જગન્નાથજીના દર્શન કરશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આગામી તા.11મી જુલાઈના રોજ અમદાવાદ આવશે. શહેરના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજના દર્શન અને પરિવાર સાથે મંગળા આરતી કરશે. દર વર્ષે અષાઢી બીજની સવારે પરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત થાય છે આ વર્ષે પણ તે પરંપરા નિભાવશે.  ગત વર્ષે કોરોના ના […]

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ ખલાસીઓને કોવિડ સામે રક્ષણ આપતી રસી લેવા અપાઈ સૂચના

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના પાવનપર્વ પર ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્ચાએ નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રથયાત્રામાં ભગવાન જગન્નાથજી સહિત ત્રણેય રથ ખેંચનારા ખલાસી ભાઈઓને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસી લેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા […]

અમદાવાદમાં રથયાત્રાને લીધે સુરક્ષામાં વધારો કરાયોઃ બહારથી આવતા વાહનોની તલસ્પર્શી તપાસ

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીની રથ યાત્રા યોજાશે. દર વર્ષે યોજાતી રથયાત્રામાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. ગત વર્ષે કોરોનાને લીધે રથયાત્રાએ મંદિરના પ્રાંગણમાં પરિક્રમા કરી હતી. પણ આ વખતે રથયાત્રાને મંજુરી અપાશે તે નક્કી છે, ત્યારે પોલીસે પણ રથયાત્રા પહેલા જ પેટ્રોલિંગ અને બંદોબસ્ત સઘન બનાવ્યો […]

ગુજરાતમાં રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની સાગમટે બદલીનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં તાજેતરમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની શક્યતાઓ સેવાઇ રહી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીઓની ફાઈલ તૈયાર કરી દેવામાં આવી છે. રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code