ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવેલ ઈમેલ
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને શુક્રવારે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં RBIની મુંબઈ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો મેલ RBI ગવર્નર સંજય મલ્હોત્રાના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. ધમકી રશિયનમાં આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ વિશે માહિતી મળતાં, મુંબઈ પોલીસે મોકલનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો […]