1. Home
  2. Tag "Riverfront"

ગાંધીનગરમાં સાબરમતી નદીના બન્ને કિનારે રૂપિયા 634 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીના કિનારે બનાવાયેલું  ગિફ્ટસિટીમાં દેશ વિદેશની ઓફિસો ખુલી રહી છે. ત્યારે તેને અનુરૂપ સાબરમતી નદીના પટમાં વિદેશ જેવો લુક આપવા રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તેના માટે રૂપિયા 634 કરોડની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી છે. શાહપુર બ્રિજથી પીડીપીયુ બ્રિજ સુધીના સાબરમતી નદીના બન્ને તરફના નવ કિમીના વિસ્તારના નદીના પટમાં વોક વે સહિતની કામગીરી કરાશે. […]

અમદાવાદમાં રિવરફ્રન્ટથી 5 મહિના બાદ ફરીવાર હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા શરૂ કરાઈ

અમદાવાદઃ શહેરના  સાબરમતી રિવરફ્રન્ટ પરથી જોય રાઈડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ હતી. જે 5 મહિના અગાઉ બંધ કરવામાં આવી હતી. ત્યારે શનિવારથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જોય રાઈડ દર શનિવાર, રવિવાર અને નેશનલ હોલી-ડેના દિવસે જ ચાલશે. શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને શહેરભરનો નજારો માણી શકશે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી શનિવારથી ફરીથી જોય […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ 15મી જુનથી બે દિવસ લોકો માટે બંધ રહેશે

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને લીધે કોઈ નુકશાન ન થાય તે માટે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક કરી અને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ સાબરમતી રિવરફ્રન્ટનો […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર દબાણો ઊભા ન થાય તે માટે AMCએ ગોઠવ્યાં સિક્યુરિટીના જવાનો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા […]

ગાંધીનગરમાં ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટને મળેલી સફળતા બાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં નદીકાંઠે રિવરફન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સાહરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની નાણા મંત્રીએ બજેટની સ્પીચમાં જાહેરાત કરી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડ નાણાની જોગવાઈ કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  જળસંપતિ વિભાગની […]

અમદાવાદના રિવરફ્રન્ટ યોજાયેલા નાઈટ મેરેથોનમાં CM અને ગૃહરાજ્ય મંત્રીએ વ્યસન છોડવા શીખ આપી

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર શનિવારે રાત્રે નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર પોલીસ વિભાગના ઉપક્રમે  ડ્રગ્સ સામેની ઝૂંબેશના ભાગરૂપે  યોજાયેલી નાઈટ મેરેથોનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી સુભાસબ્રિજ તરફ ડોટ મૂકી હતી. ભલે દોડ અલગ અલગ અંતર માટેની હોય પણ દરેકનો ઉદેશ્ય અમદાવાદને ડ્રગ્સ મુકત કરવવા માટેનો […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં,

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર મેગા ફ્લાવર શો યોજવામાં આવ્યો છે. વર્ષ 2023ના પ્રથમ દિવસ અને આજે રવિવારની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શો જોવા ઉમટી પડ્યા હતા. અમદાવાદના શહેરીજનો વર્ષ 2023ના નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાથી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોને નિહાળવા ઉમટી પડ્યા હતા. કોરોના કાળના 2 […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ સાબરમતી નદી પર યોજાનારા એર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા એર-શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયામાં આગ લાગી હોવાના વીડિયો વાઈરલ થયા હતા. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને અટલબ્રિજ પાસે કોઈ આગની ઘટના નહીં, પરંતુ ડિફેન્સ એક્સપો હેઠળ ડેમોન્સ્ટ્રેશન […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોય રાઈડના હેલિકોપ્ટરના સતત ઘોંઘાટથી રહિશો પરેશાન

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પરથી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સેવાને યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમજ કોન્ટ્રાક્ટ પર સી-પ્લેન ચલાવવામાં કોઈ કંપનીઓને રસ ન હોવાથી આખરે સી-પ્લેન સેવાનું બાળ મરણ થયું હતું. હવે સી-પ્લેનની લેન્ડિંગની જગ્યા પર હેલિકોપ્ટરની જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અને આ સેવાને શહેરીજનો દ્વારા સારોએવો રિસ્પોન્સ મળી […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર આજથી ચાર દિવસ સુધી સ્પોર્ટસ કાર્નિવલ, વિવિધ કાર્યક્રમો યોજાશે

અણદાવાદઃ  ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સનો માસાંતે પ્રારંભ થશે, ત્યારે નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતીના રિવરફ્રન્ટ પર આજથી યોજાશે. આજે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code