1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું

0
Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ સાબરમતી નદી પર યોજાનારા એર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા એર-શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયામાં આગ લાગી હોવાના વીડિયો વાઈરલ થયા હતા. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને અટલબ્રિજ પાસે કોઈ આગની ઘટના નહીં, પરંતુ ડિફેન્સ એક્સપો હેઠળ ડેમોન્સ્ટ્રેશન કરાયું હોવાની જાણકારી લોકોને આપવામાં આવી હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલીવાર યોજાનારા ડિફેન્સ એક્સપો અતંર્ગત ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ આયોજન કરાયાં છે, જેમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી એર શૉ યોજાવાનો છે. આ એર શૉને લઈને એરફોર્સ અને આર્મી દ્વારા રિવરફ્રન્ટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. માર્કોસ કમાન્ડોનું રેસ્ક્યુ ઓપરેશન, ઍરક્રાફ્ટ અને હેલિકોપ્ટરના જોરદાર અવાજ સાથે આકાશમાં પેટ્રાલિંગ, મશીનગનથી હુમલો કરતા કમાન્ડો, બચાવ કાર્ય માટે ઍરફોર્સના જવાનો પેરાગ્લાઈડિંગ સહિતના કરતબો યોજાશે.અમદાવાદમાં. ડિફેન્સ એક્સ્પો સંદર્ભે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અભૂતપૂર્વ નજારો જોવા મળશે.
અમદાવાદ શહેર માટે વધુ એક યાદગાર ક્ષણ આવવાની છે.  સાબરમતી રિવરફ્રન્ટ પર તારીખ 20-21 અૉક્ટોબરે ઍર શૉ અને યુદ્ધ કવાયત થશે. 18 ઓક્ટોબરથી ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોની સમાન શ્રેણીમાં આ ઍર શૉ અને યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય દળોના પ્રમુખ પણ હાજર રહેશે.  હાલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોરદાર તૈયારીઓ થઇ રહી છે. સેનાના ત્રણેય પાંખના વડાઓ હાજર રહેશે અને હજારો લોકો ઍર શૉ અને યુદ્ધ કવાયત લાઈવ નિહાળી શકશે.
શહેરના સાબરમતી રિવરફ્રન્ટની ઉપર હાલ વાયુસેનાના વિમાનો અને ઍરક્રાફ્ટની ઘરઘરાટી સંભળાઈ રહી છે. હાલ દરરોજ ઍર શૉ અને યુદ્ધાભ્યાસ માટે પ્રેક્ટિસ ચાલી રહી છે. બપોરે સાડા ચારથી સાડા છ સુધી પ્રેક્ટિસ કરવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એક કંટ્રોલ રૂમ પણ ઍરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સેનાની ત્રણેય પાંખના વડાઓ સતત રિવરફ્રન્ટ ઉપર આવજા કરી રહ્યા છે. જાણકારો મુજબ કદાચ સુખોઈ વિમાન પણ આ ઍર શૉમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. થોડા સમય પહેલા જ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અટલબ્રીજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બ્રિજની સામે જ આ ઍર શૉ યોજવાનો છે. લોકો આ પ્રેક્ટિસ જોવા પણ ઉમટી રહ્યા છે. તમામ બ્રિજ ઉપર લોકોની ભીડ અત્યારથી જ જામી રહી છે. ખૂબ જ નીચા લેવલે ઉડતા આ વિમાન જોવા માટે લોકો ભીડ કરી રહ્યા છે. આમંત્રિતો માટે ખાસ બેઠકની વ્યવસ્થા અને સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ એસ્પોની સાથે સાથે આ ઍર શૉ પણ ખૂબ જ યાદગાર બનશે અને આ અનોખા ઍર શૉ જોવા માટે લોકો ભારે ઉત્સાહમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code