અમદાવાદ, 06 નવેમ્બર, 2026 : CNG price increases by Rs 2.30 વૈશ્વિક બજારમાં સ્પોટ એલએનજી (LNG)ના ભાવ જે ફેબ્રુઆરી, 2026માં આશરે 10થી 12 યુએસ ડોલર MMBtu હતા, તે વધીને આશરે 30 યુએસ ડોલર MMBtu સુધી પહોંચતા ગુજરાતમાં ખાનગી કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિકિલોએ રૂપિયા 2.30નો વધારો કરતા અમદાવાદમાં સીએનજી પ્રતિકિલોના ભાવ રૂપિયા 100.77 પહોંચી ગયા છે. તેની લીધે હવે સીએનજી વાહનો ચલાવવા મોંઘા પડશે. રિક્ષાચલકોએ સીએનજી ભાવ વધારાનો વિરોધ કર્યો છે.
અમદાવાદમાં 13 દિવસમાં ફરી CNGના ભાવમાં ફરીવાર પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો કરાયો છે. સીએનજીનો નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી કૂદાવી ગયો છે. દિવાળીના તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોને અસર કરશે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો સીએનજીના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે.
સીએનજીના ભાવમાં વધારોનો સૌથી વધુ રિક્ષાચાલકો વિરોધ કરી રહ્યા છે. ખાનગી ટુ-વ્હીલર કેબને કારણે રિક્ષાચાલકોના ધંધા પર અસર પડી છે. ત્યારે બીજીબાજુ સીએનજીના વધતા જતા ભાવને લીધે રિક્ષાચાલકોમાં પણ લાંબા સમયથી ભારે નારાજગી જોવા મળી રહી છે. રિક્ષાચાલકોએ અગાઉ વાહન-વ્યવહાર કમિશનર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, સીએનજીમાં સબસિડી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો દિવાળી પહેલા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, તે વચ્ચે ફરી ભાવ વધતા રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


