1. Home
  2. Tag "Samachar Article"

ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો, મોડી રાતે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ગઈ કાલ સાંજથી ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલને પગલે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી […]

પહેલગામ આતંકવાદી હુમલા બાદ 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજાશે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે દેશના ઘણા રાજ્યોને 7 મેના રોજ એક વ્યાપક નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ મોક ડ્રીલ દેશભરમાં એક સાથે યોજાશે અને તેનો ઉદ્દેશ્ય નાગરિકોને સંભવિત […]

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ, પાંચ IED જપ્ત

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટ સેક્ટરના હરી મારોટે ગામમાં એક છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પાંચ IED મળી આવ્યા છે. આ માહિતી પૂંછ પોલીસે આપી છે. સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC) પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પહેલગામ હુમલા પછી, ગઈકાલે […]

પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો… સિંધવ નમકનો ઓર્ડર રદ, આ વસ્તુઓ પર પણ પ્રતિબંધ

પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યા બાદ, ભારત સરકારે પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી સિંધવ મીઠું અને સૂકા ફળો સૌથી વધુ પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં, વેપારીઓએ સિંધવ મીઠાના ઓર્ડર રદ કર્યા છે. નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મંત્રી અશોક લાલવાણીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી સિંધવ […]

પાકિસ્તાન અન્ય દેશોના મારફતે રિપેકેજિંગ કરી ભારતમાં કરી રહ્યું છે ઘૂસણખોરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સતત કાર્યવાહી કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવા, સિંધુ જળ સંધિ રદ કરવા, સાર્ક વિઝા રદ કરવા અને વેપાર બંધ કરવા જેવા ભારતના કઠિન પગલાંએ પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે ભૂખમરાથી બચવા માટે ચાલાક યુક્તિઓનો આશરો […]

મુશ્તાક અહેમદ ઝરગરે પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો હતો! કંદહાર હાઇજેક બાદ મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા સામે આવી છે. NIA તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ને મદદ કરી હતી. મુશ્તાક અહેમદ ઝરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો […]

અમદાવાદમાં મકરબા મેઇન રોડ પર ભૂવો પડતા રિક્ષા ભૂવામાં ઘૂંસી ગઈ

ભરઉનાળે રોડ પર મોટો ભૂવો પડ્યો ભૂવામાં રિક્ષા પડતા રિક્ષાચાલકને ઈજા મેઈનરોડ પર ભૂવો પડતા ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મેઊન રોડ પર ભર ઉનાળે મોટો ભૂવો પડતા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. અને રિક્ષાચાલકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિકાસના બણગા ફુંકતી મ્યુનિ.કોર્પોરેશનનો વિકાસ કેટલો તકલાદી છે, એની પોલ ખૂલી ગઈ […]

ગુજરાતમાં વેસાઇડ એમેનિટીઝથી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે વધુ સુવિધાજનક

ગુજરાતમાં56 વેસાઇડ એમેનિટીઝને મંજૂરી મોટા હાઇવે પર દર 40-60 કિ.મીના અંતરે એમેનિટીઝ બનશે એમેનિટીઝમાં રેસ્ટરૂમ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે ગાંધીનગરઃ દેશના નેશનલ હાઇવે તેમજ વિવિધ એક્સપ્રેસ વે પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યુ હતું કે દેશના અલગ […]

વડાપ્રધાને ધર્મસેવા સાથે જનસેવાને જોડી વિકાસ સાથે વિરાસતનો ધ્યેય આપ્યો છેઃ CM

અવિચલદેવાચાર્યજીના સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહ્યા, અવિચલદેવાચાર્યજી મહારાજના વડપણમાં આદિવાસી વિસ્તારોમાં શાળા કોલેજો કાર્યરત કુદરતી આપત્તિની સ્થિતિ કોઈ પણ સમયે કૈવલ જ્ઞાન સંપ્રદાય સેવા આપવામાં અગ્રેસર ગાંધીનગરઃ કૈવલ જ્ઞાન પિઠાધીશ્વર જગતગુરુ  અવિચલદેવાચાર્યજી મહારાજની ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચોથી વાર વરણી થતાં તેમનો સન્માન સમારોહ અમદાવાદના થલતેજ ખાતે શ્રી રામધામ પરિસરમાં યોજાયો […]

MICE ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તાવાળી નોકરીઓનું સર્જન કરીને મુખ્ય આર્થિક ચાલક બનવા માટે તૈયાર છે: ગજેન્દ્ર સિંહ શેખાવત

જયપુરઃ ભારત સરકારના પર્યટન મંત્રાલયે રાજસ્થાન સરકારના પર્યટન વિભાગ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગથી 14માં ગ્રેટ ઇન્ડિયન ટ્રાવેલ બજાર (GITB)ના અવસરે રાજસ્થાનના જયપુરમાં મીટ ઇન ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતનો મીટિંગ્સ, પ્રોત્સાહનો, પરિષદો અને પ્રદર્શનો (MICE) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code