1. Home
  2. Tag "Samachar Blog"

મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસનું રાજીનામું

નવી દિલ્હી: મેસ્સી કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું છે, મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે તેમનું રાજીનામું સ્વીકારવામાં […]

ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ

22 ડિસેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 28 ટીમોના 266 ખેલાડીઓ સહભાગી થશે, દરેક મેડલ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છેઃ M K દાસ, ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ  એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. […]

ગુજરાત સરકારે કાર,બાઈક સહિત વાહનો માટે પીયુસીના ચાર્જમાં કર્યો વધારો

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસી ફીમાં ₹10થી લઈને ₹50 સુધીનો વધારો પીયુસી કેન્દ્રોમાં નવ દરનો અમલ શરૂ કરી દેવાયો વાહનોની પીયુસી વખતે તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત ગાંધીનગરઃ ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે. […]

ભાવનગરના અલંગ અને મણાર વિસ્તારમાં દબાણો હટાવાય તે પહેલા કરાયો વિરોધ

20 ટ્રકોમાં 4000 શ્રમિકો તળાજા મામલતદાર કચેરીએ પહોંચીને વિરોધ કર્યો રાજકીય વગ ધરાવતા મોટા દબાણકારોને બચાવીને ગરીબોના મકાનો તોડવામાં આવે છે ગરીબોને રહેવાની સગવડતા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવ કરી માગ ભાવનગરઃ જિલ્લાના અલંગ અને મણાર સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા તૈયારી કરી લીધી છે. ત્યારે દબાણો હટાવવાની વિરોધમાં  અલંગ, […]

રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા

શહેરમાં શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861 કેસ નોંધાયા આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓની લાંબી લાઈન લાગી રોગચાળા સામે મ્યુનિનો આરોગ્ય વિભાગ બન્યો સતર્ક રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો […]

વડોદરા હાઈવે પર વાઘોડિયા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરની બાઈકસવાર બેના મોત

બાઈકને ટક્કર માર્યા બાદ અજાણ્યુ વાહન નાસી ગયું એકબાઈક સવારનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત, કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ  મુંબઇ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વાઘોડિયા બ્રિજ નજીક સર્જાયો હતો. હીટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા […]

વડોદરા નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રક ડિવાઈડ સાથે અથડાતા ચાલકનું રેસ્ક્યુ કરાયુ

ટ્રકમાં કેરબામાં ભરેલો ફેવિકોલ રોડ પર રેલમછેલ ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રકની કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બહાર કાઢ્યો અકસ્માતના સ્થળે લોકોના ટોળાં જામતા ટ્રાફિક જામ થયો વડોદરાઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વરણામા પાસે સર્જાયો હતો. આજે વહેલી સવારે વડોદરા નજીક પસાર થતા નેશનલ હાઇવે 48 વરણામા પાસે ફેવિકોલના કેરબા […]

સુરતમાં ટેમ્પાએ રાહદારી, ફ્રુટની લારી અને ત્રણ વાહનોને અડફેટે લીધા

સુરતના સિંગણપોર વિસ્તારમાં બન્યો બનાવ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી ટેમ્પાએ એક મહિલા સહિત ત્રણેય વાહનચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડયાં સુરતઃ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સિંગણપોર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. એક ટેમ્પાચાલકે પૂરઝડપે અને ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરીને રસ્તામાં […]

અમદાવાદમાં લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી ફ્લાઈઓવર બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા દૂર થશે

780 મીટરના એલ આકારના બ્રિજ માટે રૂપિયા 98 કરોડનો ખર્ચ કરાશે ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે ત્રણ તબક્કામાં ડાયવર્ઝન એસટી બસ સહિત ભારે વાહનો પાલડીથી મહાલક્ષ્મી થઈ અંજલી ક્રોસ રોડથી નહેરૂનગરના રૂટ પર જશે અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. તેના લીધે તમામ રસ્તાઓ પર ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી […]

અમદાવાદના જૈન દેરાસરના 60 ફુટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પૂત્રીનું રેસ્ક્યુ કરાયું

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code