સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલીકકાંડ બાદ હવે વધુ તકેદારી, પરીક્ષામાં વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.9મીથી જુદી જુદી વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય આ વખતે પરીક્ષામાં સૌથી વધુ તકેદારી રાખવામાં આવશે.પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં […]