1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્રના 29 જળાશયોમાં નવા નીરના વધામણા, ચાર ડેમ હજુપણ ખાલીખમ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારોએવો વરસાદ પડ્યો છે. તેના લીધે ભાદર, આજી સહિત 29 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટના જીવાદોરી સમાન આજી, ભાદર, ન્યારી, સોડવદર, ફોફળ, મોજ સહિતના ડેમોનો સમાવેશ થાય છે. આજી-2, ન્યારી-2 અને ભાદર-2 ડેમના દરવાજા ખોલી પાણીની સપાટી જાળવવામાં આવી રહી છે. તેમજ મોરબી જિલ્લાનો […]

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, વંથલીમાં 14 ઇંચ, વિસાવદમાં 13 ઇંચ અને જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ

અમદાવાદઃ  રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 02/07/2024ના રોજ સવારે 6 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા […]

સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર અને ડાંગના વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમીને પગલે પ્રજા પણ ત્રાહીમામ પોકારી ઉઠી છે. દરમિયાન આજે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ડાંગના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા લોકો ગરમીમાં રાહત અનુભવી હતી. સમગ્ર ગુજરાતમાં હાલ લોકો કાળઝાળ ગરમીથી હેરાન થઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ગુજરાતના ડાંગના વાતાવરણમાં આજે પલટો જોવા મળી […]

સૌરાષ્ટ્રમાં સોલાર પેનલ લગાવવામાં રાજકોટ પ્રથમક્રમે અને ભાવનગર બીજાક્રમે,

ભાવનગરઃ ગુજરાતમાં વીજ વપરાશ વધતો જાય છે. અને વધુ વીજ વપરાશના બિલોથી લોકો પણ પરેશાન છે, ત્યારે હવે લોકોમાં સોલાર પેનલો પોતાના ઘર પર લગાવીને વીજળી બિલોમાં મોટી રાહત મળતી હોવાથી જાગૃતિ પણ આવતી જાય છે. સરકાર દ્વારા સોલાર પેનલો લગાવતા ગ્રાહકોને સબસિડી પણ આપવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સોલાર પેનલ લગાવવામાં રાજકોટ પ્રથમક્રમે અને […]

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ-યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોર્મ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી […]

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે […]

સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખ મતદારો વધ્યાં, રાજકોટમાં સૌથી વધુ 2,00,000 મતદારો ઉમેરાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં નવા મતદારોની સંખ્યામાં 10 લાખનો વધારો થયો છે. જેમાં રાજકોટ લોકસભાની બેઠક પર બે લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. નવા મતદારોમાં મોટાભાગના મતદારો યુવા મતદારો છે. એટલે રાજકીય પક્ષો પણ યુવા મતદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 1.31 કરોડ મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચ દ્વારા ગત વિધાનસભામાં […]

સૌરાષ્ટ્રમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ફીમાં કર્યો તોતિંગ વધારો, FRC કોઈ નિર્ણય કરતી નથી

અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી ખાનગી શાળા સંચાલકો ફી વધારાની માગણી કરી રહ્યા છે. ફી નિર્ધારણ કમિટીમાં અપુરતી સભ્ય સંખ્યા તેમજ વિવિધ કારણોસર ફી વધારાને મંજુરી અપાતી નથી. બીજી બાજુ ખનાગી શાળાઓમાં ખર્ચ વધાતો જાય છે. તેને પહોંચી વળવા માટે સંચાલકો ફીમાં વધારો માગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળાઓ દ્વારા પોતાની રીતે જ […]

સૌરાષ્ટ્રમાં ઉનાળાના આગમન પહેલા 9 ડેમ તળિયા ઝાટક, 20 ડેમમાં માત્ર 10 ટકા પાણી

રાજકોટઃ ઉનાળાના આગમનને હવે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના 9 ડેમના તળિયા દેખાયા છે. જ્યારે પાંચ ડેમમાં તો માત્ર એક ટકાથી ઓછું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ 20 જળાશયોમાં માત્ર 10 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની બુમરાણ પડશે. જો કે નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું હોવાથી પીવાના પાણી […]

સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગચાળો, બે ઋતુને કારણે ઉત્પાદનને અસર પડશે

રાજકોટઃ ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને લીધે સિંચાઈ માટેના પાણીની કોઈ મુશ્કેલી ન હોવાથી આ વખતે રવિ સીઝનમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં ઘણાબધા ખેડુતોએ ઘઉંનું વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું હતું, ખેડુતોને ઘઉંનું સારા પ્રમાણમાં ઉત્પાદન થશે એવી આશા હતી. ત્યાં જ ઠંડી-ગરમી મિશ્રિત પ્રતિકૂળ વાતાવરણને કારણે ઘઉંના પાકમાં કાળિયા નામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code