1. Home
  2. Tag "saurashtra"

દક્ષિણ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનનો કુલ 72.57 ટકા વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર ઘડ્યું છે. દરમિયાન આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન હવામાન નિષ્ણાતોએ આગામી તા. 27થી 5મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારમાં હળવો વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ, 72.57 ટકા […]

સૌરાષ્ટ્રમાં મગફળીનું 12.53 લાખ હેક્ટરમાં વાવેતર, હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો નુકસાનની ભીતિ

અમદાવાદઃ ગુજરાતમાં ભીમ અગિયારસ બાદ અષાઢ મહિનાના આગમન પૂર્વે જ મેઘરાજાની પધરામણી થતાં અને છેલ્લા દોઢ મહિના દરમિયાન સરેરાશ સારોએવો વરસાદ પડ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં વધારો થયો છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 12.53 લાખ હેક્ટરમા મગફળીનું વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાના સમયસરના આગમનને લીધે […]

સૌરાષ્ટ્રઃ 95 ગામના ખેડૂતોને સિંચાઈ અને 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના નીર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાની આ ગુજરાત યાત્રા દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપશે. જેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 95 ગામના લોકોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના પાણી મળશે. ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ […]

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ : સૌરાષ્ટ્રના લોકોને એરબસ A-380, બોઇંગ 777 જેવા મોટા વિમાનોની સેવાઓ મળશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાનએ જ ચોટીલા […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં જ નવ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા […]

બિપરજોય વાવાઝોડાના સંકટને પગલે સૌરાષ્ટ્રના વિવિધ એરપોર્ટ બંધ કરાયાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ હાલ જખૌથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતો હોવાથી અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના તથા કાચા મકાન તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને પગલે […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code