1. Home
  2. Tag "school"

ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટીઃ 14.9 લાખ શાળામાં 26.5 કરોડ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે આજે 2020-21 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) બહાર પાડ્યો છે, જે સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક અનન્ય સૂચક છે. ભારતીય શિક્ષણ પ્રણાલી લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ […]

A ફોર APPLE નહીં, પરંતુ A ફોર ARJUN… UPની એક શાળામાં વિદ્યાર્થીઓને ભારતીય ઈતિહાસથી પરિચીત કરવાનો અનોખો પ્રયાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલે એબીસીડીની આખી પરિભાષા જ બદલી નાખી છે. અહીં એ ફોર એપ્પલ નહીં પરંતુ એ ફોર અર્જુન ભણાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બી ફોર બોલ કે બેટ નહીં પરંતુ બી ફોર બલરામ ભણાવવામાં આવે છે. આ નવા પુસ્તકોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં, જ્યારે પુસ્તકમાં […]

ભોપાલઃ સરકારે સ્કૂલના સમારકામ માટે આપેલા ફંડમાંથી મઝાર બનાવાઈ, આચાર્ય સસ્પેન્ડ કરાયાં

ભોપાલઃ વિદિશા જિલ્લાના કુરવાઈમાં સીએમ રાઈઝ સ્કૂલમાં મઝાર બનાવવાના મામલે રાજ્ય સરકારે મુસ્લિમ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કર્યાં હતા. સરકારે સ્કૂલના સમારકામ માટેના પૈસા આપ્યા હતા. જો કે, અહી મઝાર બનાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આચાર્યનો પતિ શાળામાં રમતગમત શિક્ષક છે અને તેણે આ મઝાર બંધાવી હોવાનું જાણવા મળે છે. શાળાના નિવૃત્ત શિક્ષકે સરસ્વતી […]

સ્કૂલમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવાતા મહેબુબા મુફ્તીએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવડાવતો વિડીયો પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ઉપર શેયર કરીને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.  જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં મહેબુબા મુફ્તીના આ નિવેદન સામે અનેક […]

બનાસકાંઠાઃ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલના બદલે વિદ્યાર્થીઓમાં સરકારી સ્કૂલમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી કંટાળીને વાલીઓ પણ હવે પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વર્ષે 2021-22માં ધો 2થી 8માં અભ્યાસ કરતા 3089 બાળકોએ ખાનગી શાળાને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય […]

જામનગરઃ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગ

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોના સંચાલકોની મનમાનીથી કંટાળીને હવે વાલીઓ સરકારી સ્કૂલમાં પોતાના સંતાનોને અભ્યાસ અર્થે મોકલે છે. બીજી તરફ સરકાર પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણના સ્તરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જામનગરની સરકારી સ્કૂલને એક સંસ્થાના સહકારથી અત્યાધુનિક બનાવવામાં આવી છે. એટલું જ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગનું લિસ્ટ છે. અણઘડ પથ્થરને તરાશીને […]

ભારતઃ 14,500થી વધારે શાળાઓને પ્રધાનમંત્રી સ્કૂલ સ્વરૂપે વિકસાવવામાં આવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે. પ્રધાનમંત્રી શ્રી […]

સુરતઃ વર્ષ 1883માં શરૂ થયેલી શાળાને દાનની રકમથી સુવિધાથી સજ્જ સુંદર ભવનમાં ફેરવાઈ

અમદાવાદઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નાનકડા ગામ વાવ ગામમાં 1883ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને રૂ.બે કરોડનું દાન મેળવી મોટી કોલેજના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધાથી સજજ કરવામાં આવી છે.  આદર્શ શિક્ષિકા આચાર્યા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓના અથાર્ગ પ્રયાસથી આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે.  શાળાને અસંખ્ય એવોર્ડ મળ્યા, વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય શિક્ષણનું […]

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ […]

RTE એક્ટઃ આવકના ખોટા દાખલાના આધારે કેટલાક વાલીઓએ સંતાનોનું ધો-1માં પ્રવેશ મેળવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકોને RTE હેઠલ પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે તાજેતરમાં જ RTI  હેઠળ લાખો બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો-1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક વાલીઓએ આવકના ખોટા દસ્તાવેજ ઉભા કરીને સંતાનોનો ધો-1માં પ્રવેશ લીધો હોવાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદની જાણીતી સ્કૂલે ડીઈઓ સમક્ષ ફરિયાદ કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code