1. Home
  2. Tag "school"

રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા કેમ ભણાવાતી નથી, હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, સરકારના પરિપત્ર દ્વારા પણ શા માટે યોગ્ય અમલ કરવામાં આવતો નથી. તેમજ અનેક સ્કૂલોમાં શા માટે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે […]

ભરૂચઃ જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટી પડતા આઠ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

અમદાવાદઃ રાજ્યના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભરૂચના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટીને પડતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં લગભગ 8 જેટલી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી […]

પરીક્ષા પે ચર્ચા 2023: ચિત્ર સ્પર્ધામાં અમદાવાદની સ્કૂલોના 100 બાળકોએ ભાગ લીધો

અમદાવાદઃ પરીક્ષા પે ચર્ચા 2023 અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં અમદાવાદના શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાર્થીઓના 100 જેટલા બાળકોએ ભાગ લઈને જુદી-જુદી થીમ ઉપર ચિત્ર દોરયા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડર દૂર થાય તે હેતુથી આ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એકઝામ વોરિયર્સની 25 થીમ ઉપર પેઇન્ટિંગ […]

શાળા સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ મુજબ સ્વેટર પહેરવા ફરજ પાડી શકે નહીં, સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં સવારની સ્કુલોના વિદ્યાર્થીઓને કેટલાક શાળા સંચાલકો ડ્રેસકોડ મુજબ સ્વેટર પહેરવાની ફરજ પાડી રહ્યા હતા. જે સ્વેટર કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને પુરતું રક્ષણ આપી શકે તેમ ન હોવાથી વિદ્યાર્થીઓ ઠંડીનો સામનો કરવો મુશ્કેલ બન્યો હતો. રાજકોટની વિદ્યાર્થિનીને આવેલા હાર્ટ એટેક પાછળ સ્કૂલ દ્વારા નક્કી કરાયેલું સ્વેટર પણ જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે […]

શાળામાં મોડા આવતા અને ગુલ્લી મારતા શિક્ષકો સામે શિક્ષણ વિભાગની લાલ આંખ

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં  કાયમ અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે  અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. ઉપરાંત ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે. કેટલાક શિક્ષકો શાળાએ આવ્યા બાદ ગુલ્લી મારીને જતા રહેતા હોય છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ શાળાઓની ઓચિંતી […]

રાજ્યની દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થઇ : શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

અમદાવાદઃ દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ વિજેતા 90 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિની રજુઆત કરી હતી. તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં […]

શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા શિક્ષણ અપાશે, હાથ ધોવાની સુવિધાઓ ઉભી કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાબુની જોગવાઈ સાથે હાથ ધોવાની સુવિધાઓ ઊભી કરવા અને દેશભરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા શિક્ષણ આપવા શિક્ષકોને તાલીમ આપવા જણાવ્યું છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેન્ડ-અલોન પાઈપ્ડ વોટર સપ્લાય સોલ્યુશન્સ અને સરળ, ટકાઉ સૌર સોલ્યુશન્સની જોગવાઈને ઝડપી ટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ […]

સુરતમાં સરકારી શાળામાં અભ્યાસ કરનાર દેવેન્દ્ર પાટિલે ભરી ઉંચી ઉડાન: નેશનલ ડિફેન્સ અકેડેમીની પરીક્ષા ઉતીર્ણ

‘મહેનત એ એવી ચાવી છે, જે ભાગ્યના દ્વાર ઉઘાડે છે’ ચાણક્યની આ ઉક્તિને ૧૦૦% ચરિતાર્થ કરી બતાવી છે સુરતના ત્રણ નવયુવાનોએ. સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય દેવેન્દ્ર સંજય પાટિલ અને સાથી મિત્રો ૨૧ વર્ષીય સમાધાન પાટિલ અને 23 વર્ષીય અજય યાદવે નાની વયે મોટી સફળતા મેળવી છે. અથાગ પરિશ્રમને પગલે સમગ્ર સુરતમાંથી એકમાત્ર દેવેન્દ્ર […]

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. […]

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને અભ્યાસ કરી શકે તેવી સ્કૂલો ખોલવાની મંજૂરી મંગાઈ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. હવે એક અલગ શાળા ખોલવાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં હિજાબ પહેરીને વર્ગો ચલાવવાની છૂટ માંગવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારે કર્ણાટક વક્ફ બોર્ડના જુદા જુદા જિલ્લાઓમાં મુસ્લિમ છોકરીઓ માટે 10 શાળાઓ ખોલવાના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે. રાજ્યના વક્ફ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code