ઇસ્લામિક આતંકવાદીઓ અને પાકિસ્તાની આકાઓનો ખતમ કરવાની જરૂર છે: શશિ થરૂર
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઘરેલુ આરોપો અને પ્રતિ-આરોપોનો સમય નથી. તેમણે કહ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓને ખતમ કરવા જ જોઇએ અને “આપણે આપણી સરકારનું સમર્થન કરવું જોઈએ.” કોંગ્રેસના સાંસદ થરૂરે એમ પણ કહ્યું કે કાશ્મીરી એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા ઓછી થવી જોઈએ નહીં. […]