1. Home
  2. Tag "sir"

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી શરૂ થશે; SIR મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર આવતી કાલ સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તે 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સરકાર 10 મહત્વપૂર્ણ બિલ રજૂ કરી રહી છે, જેમાં પરમાણુ ઉર્જા ક્ષેત્ર, ઉચ્ચ શિક્ષણ માળખાગત સુધારા અને કોર્પોરેટ/શેર બજાર નિયમન સંબંધિત બિલોનો સમાવેશ થાય છે, ત્યારે વિપક્ષ SIR મુદ્દા પર સરકારને ઘેરવાની […]

દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી

નવી દિલ્હી: દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં તેને 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જ્યારે કેરળમાં તેને એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. બંગાળમાં, મતગણતરી ફોર્મ હવે સાત દિવસ પછી, 4 ડિસેમ્બરને બદલે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી 9 ડિસેમ્બરને બદલે 16 ડિસેમ્બરે જાહેર […]

SIR વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે 10 જિલ્લાના એસપી સહિત 21 આઈપીએસ અધિકારીઓની બદલી કરી

કોલકાતા: બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા વચ્ચે, રાજ્ય સરકારે થોડા મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો. લગભગ 10 જિલ્લાઓમાં પોલીસ અધિક્ષક (એસપી) ની બદલી સહિત 21 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સચિવાલય, નવાન્ના દ્વારા આજે સાંજે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. ૨૧ આઈપીએસ ઉપરાંત, […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 28 લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરાયાં

નવી દિલ્હીઃ દેશના 12 રાજ્યોમાં હાલ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીઓનું ઘર-ઘર સર્વે અને ડિજિટાઇઝેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન અનેક વિવાદો સામે આવી રહ્યા છે અને સાથે સાથે BLO (બ્લોક લેવલ ઓફિસર)ના મોતનાં કિસ્સાઓ પણ દેશભરમાં વધતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે

ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા – સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code