1. Home
  2. Tag "Small deserts of Kutch"

કચ્છના નાના રણમાં માવઠાને લીધે ચારેકોર પાણી ભરાતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા

મીઠાના ઢગલાં પાણીમાં ઓગળી ગયા અગરિયાઓ હોડીમાં બેસીને પરત ફર્યા અગરિયાઓની રોજગારીને પડ્યો ફટકો સુરેન્દ્રનગરઃ કચ્છના નાનારણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા સહિતના રણ વિસ્તારમાં માવઠાને કારણે રણમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી સમયાંતરે કમોસમી વરસાદના ભારે ઝાપટાં પડતા અફાટ રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જાવા મળી રહ્યા છે. તેથી અંદાજે રૂ. […]

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવડો

વેટ લાઈન અને ટુંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો વિહાર, સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓએ જમાવ્યું આકર્ષણ, રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબીયાં કરતા વિદેશી પક્ષીઓ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રણના કેટલાક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે, એટલે છીછરાં પાણીમાં […]

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળતું નથી

કડકડતી ઠંડીમાં અગરિયાઓ પાણી મેળવવા રઝળપાટ કરે છે, 2000 જેટલાં અગરિયા પરિવારો અફાટ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે, અગાઉ પાણીના ટેન્કરો આવતા હતા તે બંધ કરી દેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં  કચ્છના નાના રણ કરીકે ઓળખતા ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતના  રણ વિસ્તારમાં ભર શિયાળે અગરિયા પરિવારો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં […]

કચ્છના નાના રણમાં મીઠું પકવવા માટે ઘણા અગરિયાઓના દાવા નામંજુર, મહાસંમેલન યોજાશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં મીઠુ પકવીને રોજગારી મેળવી રહેલા હજારો અગરિયાઓ સરકારની નીતિ-રીતિથી મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છના નાના રણમાં મીઠું પકવવા 3437 અગરિયાઓએ હક્ક દાવા રજૂ કર્યા હતા.  જેમાંથી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગે માત્ર 497 અગરિયાઓના હક્ક દાવાઓ જ માન્ય રાખ્યા છે. આથી હવે આગામી મીઠું પકવવાની […]

કચ્છના નાના રણમાં અસહ્ય ગરમીમાં ઘૂડસરની ગણતરી માટે વન વિભાગે શરૂ કરી કામગીરી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને પાટડીના અફાટ ગણાતા રણ વિસ્તારમાં તો આકાશમાંથી અંગારા ઓકતી ગરમી પડી રહી છે. આવી અસહ્ય ગરમીમાં પણ વન વિભાગના કર્મચારીઓ દ્વારા રણ વિસ્તારમાં ઘૂડસરની વસતી ગણતરી કરવામાં આવી રહી છે. સીસીટીવી સાથેના ડ્રોન તેમજ અદ્યત્તન કેમેરા દ્વારા ઘૂડસરોનું […]

કચ્છના નાના રણમાં અગરિયાઓ અસહ્ય ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ધ્રાંગધ્રા અને દસાડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ અફાટ ગણાતા રણ વિસ્તારમાં ઘોમધખતા તાપમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની સીઝનમાં અગરિયાઓ સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા ભોગવતા હોય છે. […]

કચ્છના નાના રણમાં મીઠાંપોથી હોય એવા અગરિયાઓને પ્રવેશ આપવા HCનો આદેશ

અમદાવાદઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને  પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં અરજદારના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે, વર્ષ 2008માં રાજ્ય સરકારે અગરિયાઓને મીઠા પોથી આપી હતી. ઘુડખર અભયારણ્ય માટે રેવન્યુ અને ફોરેસ્ટ વિભાગ સહિત 05 વિભાગની કમિટી છે. અગરિયાને […]

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, 102 જાતના વિવિધ રંગબેરંગી પક્ષીઓનો કલરવ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી અને ખારાઘોડાનો વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અફાટ ગણાતા આ રણના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. જેથી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોચ્યા છે. અને રણના છીછરા પાણીમાં છબછબીયા કરીને રંગબેરંગી પક્ષીઓનો કલરવથી અનોખો નજારો જોવા મળી રહ્યો છે. કચ્છના નાના રણ વિસ્તારમાં ઠંડીની સીઝનમાં હજારો કિલોમીટરનું […]

કચ્છના નાના રણમાં શિયાળાના આગમન પહેલા જ વિદેશી પક્ષીઓનું આગમન

સરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારના અફાટ રણમાં વિદેશી પક્ષીઓનું શિયાળાના પહેલા જ આગમન થઈ ગયું છે. અને રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબિયા કરતા પક્ષીઓના કલરવનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ પક્ષીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ રણમાં કામ કરતા અગરિયાઓ પણ પક્ષીઓને કોઈ ખલેલ […]

કચ્છના નાના રણના છીછરા પાણીમાં છબછબીયાં કરવા વિદેશી પક્ષીઓનો થયો જમાવડો

પાટડીઃ ગુજરાતમાં શિયાળાના આગમન પહેલા જ નળ સરોવર, થ્રોળનું તળાવ, તેમજ કચ્છના નાન રણમાં જ્યાં પાણી ભરાઈ રહેતા હોય તેવા વિસ્તારોમાં  વિદેશી પક્ષીઓ આવતા હોય છે. કચ્છના નાના રણમાં વરસાદને લીધે  નજર નાંખો ત્યાં સુધી છીંછરા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છીછરા પાણીમાં છબછબીયા કરવા માટે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code