1. Home
  2. Tag "somnath"

વંદે સોમનાથ કલા મહોત્સવ, ભરત નાટ્યમ, કથક, હુડો, રાહડા સહિત નૃત્યો પ્રસ્તુત કરાયા

સોમનાથ ટ્રસ્ટ, પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન, સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા કલાકરોનું સન્માન કરી પ્રસાદ અર્પણ કરાયો, શ્રાવણ માસમાં દરેક સોમવારે કલાકારો મહાદેવજીને અનોખી આરાધના કરશે વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા “વંદે સોમનાથ” ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી […]

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે ગંગા અવતરણ પૂજા, મહા આરતી કરાશે

શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કરાશે, ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કરાશે, ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેશે, સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. સોમનાથ મંદિર ટસ્ટ્ર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે […]

યાત્રાધામ સોમનાથના ગેસ્ટ હાઉસના બુકિંગ માટે નકલી ફ્રોડ કરતી વેબસાઈટથી બચવા અપીલ

google સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ માટે યાત્રિકોને ફસાવતી બોગસ વેબસાઇટ્સ સોમનાથ ટ્રસ્ટની ઑફિશ્યલ વેબસાઈટorg પરથી બુકિંગ કરાવવા અપીલ અતિથીગૃહના ફોટો સાથેની ફેક વેબસાઈટથી સતર્ક રહેવા યાત્રિકોને અપીલ સોમનાથઃ  કરોડો ભક્તોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથ આવનારા ભક્તોને  સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિગૃહની સુવિધા ઉપલબ્ધ […]

સોમનાથમાં ત્રિદિવસીય મહોત્સવમાં કલાકારો, લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો પ્રથમ દિવસે નૃત્યાંગના ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી, સોમનાથ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં ભારતીય અસ્મિતાનું પ્રતિક છેઃ મુખ્યમંત્રી સોમનાથઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ […]

સ્પીડ પોસ્ટ દ્વારા સોમનાથ, કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મળશે

પોસ્ટ વિભાગની ભાવિકોને પ્રસાદ પહોંચાડવાની નવીન પહેલ મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ 250 મિલી ગંગાજળની બોટલ ફક્ત 30 રૂપિયામાં મેળવી શકાય છે. અમદાવાદઃ મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં […]

મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ, મહાપર્વની મહાઉજવણી

દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. “મહાશિવરાત્રી” 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે. દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ […]

સોમનાથના દરિયા કાંઠે અને બરડાના બંધારામાં વિદેશી પક્ષીઓનું આગમન

સાઇબેરિયા-યુરોપના પેલિકન-ફ્લેમિંગો 4 માસ સુધી રહેશે વન વિભાગે કરી સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા અનેક પ્રજાતિના પક્ષીઓ નિહાળીને પક્ષી પ્રેમીઓ બન્યા રોમાંચિત વેરાવળઃ શિયાળાની ઋતુમાં સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારામાં સાઇબેરિયા, મધ્ય યુરોપ અને મોંગોલિયાથી […]

સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. ટેક્નોલોજીનો ઉપયોગ અસરકારક બની શકશે

સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસે પ્રજાહિતલક્ષી સેવાઓ સરળીકરણ માટે મંથન કરાયું, ગુજરાતને એઆઈ મોડલ બનાવવાની કામગીરી પર ભાર મુકાયો, રોજગારી વધારવા એઆઈ કેવી રીતે ઉપયોગી થઈ શકે એની ચર્ચા કરાઈ સોમનાથઃ રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે ‘સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે ડીપ ટેક્નોલોજી’ના ઉપયોગ તથા ‘એ.આઈ. અને ડેટા એનાલિટિક્સ’ વિષય પર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની […]

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળોના ત્રીજા દિવસે 3 લાખ લોકો ઉમટી પડ્યાં

લોકગાયક કિર્તીદાને શ્રોતાઓને તરબોળ કર્યા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાને માણવા આવેલા લોકો માટે કરાઈ વ્યવસ્થા, મેળાના ત્રીજા દિવસે પણ વેપારીઓને અદભુત પ્રતિસાદ મળ્યો વેરાવળઃ  સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા, મેળાને માણવા આવતા લોકો […]

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે 2 લાખથી વધુ લોકો ઉમટી પડ્યાં,

બાળકોની રાઇડો, ખાણીપીણી માર્કેટમાં લોકોની ભીડ જામી, સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણય,   મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડ્યો છે. મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સેહલાણીઓનો મેળો માણવા ઉમટી પડ્યા હતા.તેમજ મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2,00,000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code