સોમનાથ મહાદેવજીના મંદિરમાં ગત મધરાતે સર્જાયો અમૃત વર્ષા સંયોગ
ચંદ્ર સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક, દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે સંયોગ, સંયોગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે સોમનાથઃ કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. […]


