1. Home
  2. Tag "Speech"

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે મંત્રણા થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટૂંક સમયમાં ટીકટોકના ભવિષ્ય અંગે વાતચીત કરવાના છે. આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, આ વાતચીતનો મુખ્ય હેતુ ટીકટોકને લગતા વિવાદનો ઉકેલ લાવવાનો છે. તેમણે સ્વીકાર્યું કે તેમને ટીકટોક પસંદ છે અને આ પ્લેટફોર્મે તેમને […]

શુક્રવારે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિથી કરાશે ઉજવણી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવીને સંબોધન કરશે

નવી દિલ્હીઃ આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે, આ વર્ષના ઉજવણીનો વિષય-નયા ભારત છે. આ ઉજવણીઓ સમૃદ્ધ, સુરક્ષિત […]

સ્વતંત્રતા દિવસના ભાષણ માટે દેશવાસી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચનો માંગ્યા

નવી દિલ્હીઃ દેશભરમાં 15 ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સ્વતંત્રતા દિવસને લઈ દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો છે. તેમણે દેશની જનતાને સંબોધતા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે સૂચનો માગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે નાગરિકોને આ વર્ષના […]

પહેલગામ હુમલા બાદ એક પાકિસ્તાની મહિલા ક્રિકેટર ગુલ ફિરોઝાએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ દુ:ખદ ઘટનામાં એક પાકિસ્તાની સંગઠનનું નામ સામે આવ્યું, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેની અસર ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. બંને દેશોના ખેલાડીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવી અટકળો છે કે BCCI ICC ને […]

દિલ્હી: ઉપરાજ્યપાલના અભિભાષણ વખતે સૂત્રોચ્ચાર કરવા બદલ AAPના 12 MLAને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ મંગળવારે ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી નેતા આતિશી સહિત આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સદનની કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેમાં આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધીંગાન, મુકેશ અહલાવત, ઝુબેર અહમદ ચૌધરી, અનિલ ઝા, વિશેષ રવિ […]

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

લોકસભામાં રાહુલ ગાંધીએ ભાષણમાં હિંદુઓ મામલે કરેલી ટીપ્પણી રેકોર્ડમાંથી હટાવાઈ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કરેલા સંબોધનમાં કરેલી ઘણી ટિપ્પણીઓ રેકોર્ડમાંથી હટાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વિશે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે, તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. પીએમ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય, આ ‘પંચશક્તિ’ સરકારની અગ્રતા : રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આજે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ થયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારી સરકાર હંમેશા ગુજરાતના નાગરિકોની ઉન્નતિ, સશક્તિકરણ અને પ્રગતિ માટે પ્રતિબધ્ધ છે. વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય; એ ‘પંચશક્તિ’ મારી સરકારની અગ્રતા છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code