1. Home
  2. Tag "sri lanka"

શ્રીલંકાની આર્થિક સ્થિતિમાં સુધારો, છ મહિનામાં 9 લાખ પ્રવાસીઓ આવ્યાં

નવી દિલ્હીઃ બે વર્ષના ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઝડપથી પાટા પર આવી રહી છે. દેશમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યા આનો સંકેત છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આ અઠવાડિયે જાહેરમાં સ્વીકાર્યું છે કે, ભારત તરફથી મળેલી આર્થિક મદદને કારણે શ્રીલંકા બે વર્ષના સંકટમાંથી બહાર આવવાના માર્ગ પર છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા […]

શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીયોની અટકાયત

નવી દિલ્હીઃ શ્રીલંકામાં પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ એક મહિલા સહિત આઠ ભારતીયોની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકાના ઇમિગ્રેશન સત્તાવાળાઓએ ઇન્ફર્મેશન ટેક્નોલોજી બિઝનેસ ચલાવવા માટે પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરવા બદલ આઠ ભારતીય નાગરિકોની અટકાયત કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ ભારતીય નાગરિકોને હાલમાં જ અહીંના સિનામન ગાર્ડનના પોશ રહેણાંક વિસ્તારના એક ઘર પર […]

અયોધ્યામાં રામ મંદિર બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામલલાની મૂર્તિની સ્થાપના બાદ હવે શ્રીલંકામાં માતા સીતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. શ્રીલંકામાં માતા સીતાજીની મૂર્તિને અયોધ્યાના સરયુના પવિત્ર જળથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે શ્રી સીતા અમ્માન મંદિર પ્રશાસને અયોધ્યાનું સરયુ પાણી આપવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. હવે મંદિર […]

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં […]

શ્રીલંકાએ 19 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

બેંગ્લોરઃ શ્રીલંકાની નેવીએ મંગળવારે અટકાયતમાં લીધેલા 19 ભારતીય માછીમારોને ભારત પરત મોકલી દીધા છે. ભારતીય હાઈ કમિશને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા આટલા જ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી ચેન્નાઈ મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના નૌકાદળે […]

કેવી રીતે ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપ્યો હતો કચ્ચાથીવૂ ટાપુ? આરટીઆઈમાં જવાબ આવ્યો સામે

નવી દિલ્હી: કચ્ચાથીવૂ ટાપુનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો, પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં થયેલી એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુની શ્રીલંકાને સોંપણી કરી હતી. […]

UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે માહિતી આપી હતી કે, કો-બ્રાન્ડેડ રૂપે કાર્ડને મોરેશિયસમાં ડોમેસ્ટિક કાર્ડ તરીકે […]

એશિયા કપના આયોજનના નાણાને લઈને શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ

નવી દિલ્હીઃ ગત વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ ભારતના વાંધા બાદ શ્રીલંકાએ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે પૈસાને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, બંને બોર્ડ ગયા વર્ષે એશિયા કપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાને કારણે થયેલા ત્રણ-ચાર મિલિયન ડોલરના વધારાના ખર્ચને કોણ ઉઠાવશે તેના પર […]

હુતી હુમલા વચ્ચે શ્રીલંકા લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

નવી દિલ્હીઃ લાલ સાગરમાં સતત કોમર્શિયલ જહાજો પર હૂતિયો વિદ્રોહીયોના હુમલાનો સામનો કરવા માટે શ્રીલંકાએ એક નૌસેના યુદ્ધ જહાજ તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ જાણકારી આપતા કહ્યું હતું કે, લાલ સાગરમાં હૂતી હુમલામાં કોમર્શિયલ જહાજને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code