1. Home
  2. Tag "std-10"

ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી 30 ટકા પ્રશ્નો પૂછાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં હવે બે પ્રકારે પેપર લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે બોર્ડ દ્વારા ગણિત -બેઝિક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાયું છે જે મુજબ સરળ ગણિતની પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો હશે તે વિદ્યાર્થીઓને ધો.10ના ગણિતના પાઠ્યપુસ્તકના અંતિમ બે પ્રકરણ આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી કુલ 24 ગુણના પ્રશ્નો પુછાશે. કુલ […]

ધો. 10 પછીના ડિપ્લોમા ઇજનેરીના પ્રવેશ માટે બીજીવાર મુદત લંબાવીને 14મી ઓગસ્ટ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધા. 11માં ઉપરાં વિદ્યાર્થીઓ ડિપ્લામાંના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી માર્કશીટ આવી નથી. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડનું પરિણામ પણ આવ્યું નથી આ સ્થિતિમાં રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ રહી છે ત્યારે  […]

ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા માર્કસ હશે તેવા વિદ્યાર્થીઓ જ ડિપ્લામા પ્રવેશ મેળવી શકશે

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની લાયકાતને લઈને વિસંગતતા ઊભી થતાં અનેક બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ  ઊભી થઈ છે. કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા પ્રવેશ માટે 35 ટકા અને રાજ્ય સરકાર દ્વારા ગ્રેસિંગ વિના 35 ટકા માર્ક્સ હોવા જોઈએ તેવો નિયમ કરવામાં આવ્યો છે. […]

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના […]

ધોરણ 10માં બધા વિષયોમાં ઝીરો માર્ક છતા 100 વિદ્યાર્થીઓને પાસ કરવા પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરાનાને લીધે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પણ હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે ધો. 9ના માર્ક્સ તેમજ ધો 10ની આંતરીક પરીક્ષાના માર્કસ, વગેરેને આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 100 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર […]

EDUCATION: ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, 17186ને A1 ગ્રેડ

ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં પરિણામ માત્ર શાળા જ જોઈ શકશે ગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર શાળા જોઈ શકશે પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ તા. 3જી જુલાઈએ જાહેર થવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય પણ તમામ વિદ્યાર્થીઓને માર્ક્સ અપાશે. બોર્ડ પરિણામ તૈયાર કરવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેમાં ધોરણ 9માં મેળવેલા માર્કસ તેમજ ધોરણ 10ની પ્રિલિમ પરીક્ષા વગેરેમાં મેળવેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે […]

ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રક અને પ્રમાણપત્રનું વિતરણ જુલાઇની આખરમાં કરાશે

અમદાવાદઃ રાજ્ય સરકાર  દ્વારા  તાજેતરમાં ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ સરકાર દ્રારા ધોરણ 12ના નિયમિત વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ કરવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણ  12ના પરિણામને લઈ બેઠકોનો દોર હાથ ધર્યા બાદ પોતાની ભલામણો સરકારને સુપરત કરી છે. […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં હવે માસ પ્રમોશન નહીં લખાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી વિવાદ વધુ ના વકરે તે માટે ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનને […]

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code