1. Home
  2. Tag "student"

શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા શિક્ષણ અપાશે, હાથ ધોવાની સુવિધાઓ ઉભી કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સાબુની જોગવાઈ સાથે હાથ ધોવાની સુવિધાઓ ઊભી કરવા અને દેશભરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા શિક્ષણ આપવા શિક્ષકોને તાલીમ આપવા જણાવ્યું છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેન્ડ-અલોન પાઈપ્ડ વોટર સપ્લાય સોલ્યુશન્સ અને સરળ, ટકાઉ સૌર સોલ્યુશન્સની જોગવાઈને ઝડપી ટ્રેક કરવા માટે કહેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ […]

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. […]

લો બોલો… વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબને બદલે પોતાની લવસ્ટોરી લખી, ફોટા થયા વાયરલ

નવી દિલ્હીઃ શાળા-કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ આખું વર્ષ મોજ-મસ્તી કરતા હોય છે, પરંતુ પરીક્ષાનો સમય આવતાં જ તેઓ ભણવાને બદલે આન્સરશીટમાં ખોટી વાતો લખે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં આવી વસ્તુઓ લખે છે જે પાછળથી ખૂબ વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની […]

ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટીઃ 14.9 લાખ શાળામાં 26.5 કરોડ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે આજે 2020-21 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) બહાર પાડ્યો છે, જે સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક અનન્ય સૂચક છે. ભારતીય શિક્ષણ પ્રણાલી લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ […]

બનાસકાંઠાઃ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલના બદલે વિદ્યાર્થીઓમાં સરકારી સ્કૂલમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી કંટાળીને વાલીઓ પણ હવે પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વર્ષે 2021-22માં ધો 2થી 8માં અભ્યાસ કરતા 3089 બાળકોએ ખાનગી શાળાને છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્ય […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ […]

ઉનાળુ વેકેશન પૂર્ણઃ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. તેમજ સ્કૂલો બાળકોની કોલાહલથી ગુંજી ઉઠી હતી. જો કે, બીજી તરફ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આજથી વર્ષ 2022-23 ના નવા શૈક્ષણિક સત્રનો […]

ગુજરાતઃ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની માર્કશીટનું સોમવારે વિતરણ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગત તા. 4નાં રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓની માર્કસશીટનું વિતરણ આગામી તા. 13ને સોમવારે સવારનાં 10 થી 6 કલાક દરમિયાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કરવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code