1. Home
  2. Tag "Students"

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના વિદ્યાર્થીઓએ ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજઃ કાશી તમિલ સંગમમ’ ‘સંગમ નગરી’માં તમિલનાડુના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળએ પ્રયાગરાજ શહેરની મુલાકાત લીધી હતી. ‘સંગમ ઘાટ’ પર પહોંચતા જ વિદ્યાર્થીઓએ ‘હરહર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યા પછી, વિદ્યાર્થીઓના જૂથે ‘સંગમ’ના કિનારે રહેલા ‘હનુમાનજી’ની મુલાકાત લીધી, ત્યારબાદ ‘શ્રી આદિ શંકર વિમાન મંડપમ […]

ગુજરાત યુનિ.ના જોબ પ્લેસમેન્ટમાં ઘણાબધા વિદ્યાર્થીઓને ઊંચા પગારે મળી જોબની ઓફર

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ખાનગી અનેક યુનિવર્સિટીઓ આવેલી છે. દરેક યુનિવર્સિટીઓ નાની-મોટી કંપનીઓને આમંત્રણ આપીને જોબ પ્લોસમેન્ટ કેમ્પનું આયોજન કરકતી હોય છે. તાજેતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીને બેન્કિંગ સેક્ટરમાં વાર્ષિક રૂ.13.58 લાખનું જોબ પેકેજ ઓફર કરાયું  હતુ.  જે ત્રણ વિદ્યાર્થીને જોબ ઓફર થઈ છે, તેમાંથી બે વિદ્યાર્થી […]

ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ કરવામાં વિદ્યાર્થીઓને રસ નથી, 120માંથી બે બેઠકો ભરાઈ

અમદાવાદઃ વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તેવા ઉદેશ્યથી ડિગ્રી એન્જિયનરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં ભણાવવાનો નિર્ણય કરીને પ્રાયોગિક ઘોરણે મહેસાણાની એક કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમમાં ભણવામાં કોઈ રસ નથી. 120 બેઠકોમાંથી માત્ર બે બેઠકો જ ભરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી […]

યુવાશક્તિના સામર્થ્યથી ભારત દેશ વિકાસની નવી ઊંચાઇ હાસલ કરશે : રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા 14માં ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના પ્રવાસે આવેલા ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના 40 આદિવાસી યુવાઓ સાથે રાજભવન ખાતે સંવાદ કર્યો હતો. રાજયપાલએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, યુવાઓ માટે વિકાસનું આકાશ ખુલ્લુ છે, ત્યારે શ્રેષ્ઠ શિક્ષણ અને ઇનોવેટીવ અભિગમ સાથે યુવાનો સફળતાના નવા શિખર […]

જીટીયુ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમ આપવા સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને વિદ્યાર્થિનીઓ અને યુનિની મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં […]

CBSEના ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ‘ B ગૃપમાં જ પ્રવેશ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માંથી ધો.10 બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ માટે પરિપત્ર કર્યો છે. જેમાં ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં ધો.11માં એ ગ્રૂપ અને એબી ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં  પરંતુ આવા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની શાળાઓમાં ધો.11માં માત્ર બી ગ્રુપમાં […]

ગુજરાતમાં ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે શાળાઓમાં પુનઃ પ્રવેશ આપી શકાશે નહીં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશઆપવાનો નિયમ રદ કર્યો છે. અગાઉના નિયમ અનુસાર બોર્ડ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળાઓમાં પુનઃ પ્રવેશ ફાળવતો હતો. પરંતુ તાજેતરમાં બોર્ડે દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરની એક સ્કૂલ દ્વારા ધો.10માં નાપાસ થયેલા 20 જેટલા […]

સુરતની 50 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવાયાં

અમદાવાદઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન 50 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવ્યાં હતા. સુરત શહેર પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શાળા સલામતી કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ કરાયો છે. જેમાં શહેરની ૫૦ વધુ શાળાઓ શાળા સલામતીના પાઠ ભણાવી બાળકોને જાગૃત્ત કરશે. […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓનું 28-29 સપ્ટેમ્બરે તૃતિય મૂલ્યાંકન કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12 માટે પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન 28 અને 29 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. બોર્ડ દ્વારા અત્યાર સુધી બે વખત પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું છે અને સપ્ટેમ્બરમાં તૃતીય મૂલ્યાંકન કરવામાં આવશે. સૂત્રાના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ-9થી 12ના […]

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આજથી રજિસ્ટ્રેશન કરાવી શકશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર શરૂના મહિનાઓ બાદ પણ હજુ કોમર્સમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. કોમર્સમાં ઘણી બેઠકો ખાલી છે. પરંતુ વિદ્યાર્થીઓ મનપસંદ કોલેજમાં પ્રવેશ માટે મથામણ કરી રહ્યા છે. મેરીટ ન હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ ટોપની ગણાતી કોલેજોમાં પ્રવેશ માટે ટ્રાય કરી રહ્યા છે. કૉમર્સમાં એડમિશનમાં ત્રણ રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code